Lok Sabha Elections 2024 :કોંગ્રેસે તેના 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં રાહુલ ગાંધી, ભૂપેશ બઘેલ જેવા મોટા નેતાઓના નામ સામેલ છે
Lok Sabha Elections 2024 :લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાતનો સમય નજીક આવી રહ્યો છે. ત્યારે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામની જાહેરાતો કરી રહ્યા છે. ભાજપ દ્વારા પોતાના 195 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી. આ સિવાય આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ પણ યાદી જાહેર કરી હતી. ત્યારે કોંગ્રેસે તેના 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં રાહુલ ગાંધી, ભૂપેશ બઘેલ જેવા મોટા નેતાઓના નામ સામેલ છે. મહત્વનું છે કે, કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન કમિટી (CEC)ની બેઠક ગુરુવારે ઉમેદવારોના નામ ફાઈનલ કરવા માટે મળી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત ઘણાં નેતાઓએ દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં આયોજિત બેઠકમાં હાજરી આપી હતી.
કે.સી. વેણુગોપાલે પત્રકાર પરિષદમાં ઉમેદવારોની યાદી જાહેર કરતા જણાવ્યું કે,’રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે, ભૂપેશ બઘેલ રાજનાંદગાંવથી ચૂંટણી લડશે. પાર્ટીની પ્રથમ યાદીમાં 15 સામાન્ય અને 24 એસસી-એસટી કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ થાય છે.’
Lok Sabha Elections 2024 :કોને કોને મળી ટિકિટ?
- વાયનાડ – રાહુલ ગાંધી
- તિરુવનંતપુરમ – શશી થરૂર
- જાંગીર ચાંપા – શિવકુમાર દહેરિયા
- કોબ્રા – જ્યોત્સના મહંત
- રાજનંદગાવ – ભૂપેશ બઘેલ
- દુર્ગ – રાજેન્દ્ર સાહુ
- રાયપુર – વિકાસ ઉપાધ્યાય
- મહાસમુંદ – તામ્રધ્વજ સાહુ
- બીજાપુર – એચ.આર. અલગુર
- હવેરી – આનંદસ્વામી મથ
- શિમોગા – ગીતા શિવરાજકુમાર
- હસ્સન – એમ. શ્રેયાસ પટેલ
- તુમકુર – એસ.પી. મુદ્દાહનુમેગોવડા
- માન્ડ્યા – વેન્કટારામેગોવડા
- બેંગલુરુ ગ્રામ્ય – ડી.કે. સુરેશ
- કસરાગોડ – રાજમોહન ઉન્નીથન
- કાન્નુર – કે. સુધાકરન
- વાડાકારા – શફી પારામ્બીલ
- કોઝીકોડે – એમ.કે. રાઘવન
- પલક્કડ – વી.કે. શ્રીકનંદન
- અલાથુર – રેમ્યા હરિદાસ
- થીસ્સુર – કે. મુરલીધરન
- ચલાકુડી – બેન્ની બહાનંન
- એરનાકુલમ – હીબી ઈડન
- ઇડુકી – ડીન કુરિકોસ
- અલાપ્પુઝા – કે.સી. વેણુગોપાલ
- માવેલીક્કારા – કોડીકુન્નીલ સુરેશ
- પથાનામથીત્તા – અન્ટો એન્ટોની
- એત્તિંગલ – અદુર પ્રકાશ
- લક્ષદ્વીપ – મો. હમદુલ્લાહ સૈયદ
- શીલોંગ – વિન્સેન્ટ એચ. પાલા
- તુરા – સાલેન્ગ એ. સંગમા
- નાગાલેન્ડ – એસ. સુપોન્ગમેરેન જમીર
- સિક્કિમ – ગોપાલ ચેત્તરી
- ઝહિરાબાદ – સુરેશ કુમાર શેત્કર
- નાલગોન્ડા – રઘુવીર કુન્દુરુ
- મહબુબનગર – ચલ્લા વમ્શી ચાંદ રેડ્ડી
- મહબુબાબાદ – બલરામ નાઈક પોરિકા
- ત્રિપુરા વેસ્ટ – આશીષ કુમાર સાહા
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં CECની બેઠકમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા બેઠક પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, તેલંગાણા, સિક્કિમ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય અને લક્ષદ્વીપની લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. તેમાંથી હવે 39 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં બાકીની બેઠકો માટેના ઉમેદવારોના નામને લઈને મંથન ચાલી રહ્યું છે અને એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં પાર્ટી ટૂંક સમયમાં તેની બીજી યાદી જાહેર કરશે.