Lok Sabha Election 2024 :કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયા ધારાસભ્ય પદ પરથી વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપશે
Lok Sabha Election 2024 :લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયા ધારાસભ્ય પદ પરથી વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપશે. ત્યારબાદ અર્જૂન મોઢવાડીયા કોંગ્રેસમાંથી પણ રાજીનામુ આપશે. લોકસભા ચૂંટણી અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસમાં મોટો ભંગાણ પડી રહ્યો છે.

ગુજરાત કોગ્રેસને વારંવાર ઝટકા આપનાર સમાચાર મળી રહ્યા છે ત્યારે એક એવા સમાચાર પણ ચર્ચામાં છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂન મોઢવાડિયા પણ ભાજપમાં જોડાશે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ બાબતે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતુ કે અર્જૂન મોઢવાડિયા સતત અમારા સંપર્કમાં છે. રાહુલ ગાંધીની યાત્રાને લઈને તેઓ કામ કરી રહ્યા છે. આજે સવારે જ તેમની જોડે વાત કરી હતી
અર્જુન મોઢવાડીયા રાજીનામું આપી શકે છે તેવી અટકળો વચ્ચે શંકર ચૌધરી ગાંધીનગર આવવા રવાના થયા છે. બનાસકાંઠાના થરાદ ખાતે હોસ્પિટલનો કાર્યક્રમ હતો તે દરમિયાન એક ફોન આવતા વિધાનસભા અધ્યક્ષ ગાંધીનગર આવવા રવાના થયા છે. અર્જુન મોઢવાડીયા રાજીનામુ આજે આપશે તેવી અટકળો તેજ થઈ છે. ત્યારે શંકર ચૌધરીને આવેલો ફોન અને ગાંધીનગર તરફ જવાનુ કારણ મોઢવાડીયાનું રાજીનામુ હોવાની ચર્ચા ચાલી રહી છે.