Gujarat Lok Sabha Election Date :ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખનું એલાન થયું છે
Gujarat Lok Sabha Election Date :ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખનું એલાન થયું છે. રાજ્યની બધી 26 બેઠકો માટે એક જ તબક્કામાં 7 મેના દિવસે મતદાન યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીનો જે કાર્યક્રમ જાહેર કર્યો છે તેમાં ગુજરાતમાં એક તબક્કાનું મતદાન ફાળવાયું છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં થશે અને 4 જુને રિઝલ્ટ જાહેર થશે. પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલે મતદાન થશે.