Gift City Liquor Permission :Gift City માં દારૂબંધી હટાવવાના સરકારના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર ફેંકાયો, Breaking News 1

Spread the love

Gift City Liquor Permission :Gift City માં દારૂબંધી હટાવવાના સરકારના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર ફેંકાયો…

Gift City Liquor Permission :Gift City માં દારૂબંધી હટ્યાથી આખુ ગુજરાત હરખાયુ હતું. Gift City માં જઈને દારૂ પીશું એવા બધાના મનમાં ખ્વાબ જાગવા લાગ્યા હતા. પરંતું Gift City માં દારૂની છૂટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. Gift City માં દારૂબંધી હટાવવાના રાજ્ય સરકારના અતિ ચર્ચાસ્પદ નિર્ણયને પડકારતી રિટ પિટિશન હાઇકોર્ટ સમક્ષ દાખલ કરાઈ છે.

Liquor Permission

રિટ પિટિશનમાં દારૂની છૂટછાટનો સરકારનો નિર્ણય પરત લેવા આદેશ કરવામાં આવે તેવુ કહેવાયું છે. સાથે જ જણાવાયું કે, જો દારૂબંધી દૂર કરી દેવામાં આવશે તો ગુજરાતમાં મહિલાઓ સામેના ગુના ઉપરાંત ડ્રીંક એન્ડ ડ્રાઇવ સંબંધિત ગુનામાં વધારો થઇ શકે છે. 

Gift City Liquor Permission :Gift City ના કર્મચારીઓ અને ત્યાં આવતા આમંત્રિત મહેમાનો માટે દારૂની છૂટ જાહેર કરી હતી

રાજ્ય સરકારે 22 ડિસેમ્બર 2023ના રોજ પરિપત્ર જાહેર કરીને Gift City ના કર્મચારીઓ અને ત્યાં આવતા આમંત્રિત મહેમાનો માટે દારૂની છૂટ જાહેર કરી હતી. ગીર સોમનાથ જિલ્લાના સામાજિક કાર્યકર ઈરફાન જુસબભાઈ ભગાણીએ એડવોકેટ પ્રશાંત ચાવડા મારફતે આ રિટ દાખલ કરી છે. આ રિટમાં એવી દલીલ કરાઈ કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હટાવવાનો નિર્ણય ન કરી શકાય. Gift City અને ગાંધીનગરમાં જમીનોના ભાવ ઉંચા લાવવા માટે આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. 

Gift City Liquor Permission :Gift City માં કામ કરતા લોકોને કોઈપણ પ્રકારના નિયંત્રણ વિના દારૂ પીવાની છૂટ

સાથે અરજીમાં એવી રજૂઆત કરાઈ કે, ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં Gift City માં કામ કરતા લોકોને કોઈપણ પ્રકારના નિયંત્રણ વિના દારૂ પીવાની છૂટ મળી છે. સમગ્ર રાજ્યમાં દારૂનું સેવન, વેચાણ અને પરિવહન પ્રતિબંધિત છે. Gift City માં દારૂના પ્રતિબંધમાં છૂટછાટ શ્રીમંતોને લાભ પહોંચાડવા અને રિઅલ એસ્ટેટના ભાવમાં વધારો કરવા માટે આપવામાં આવી છે. તો બીજી તરફ, Gift City ક્લબના સભ્યો બનવાની માંગ વધી છે. અન્ય રાજ્યોમાં દારૂની છૂટછાટ છે ત્યાં ગુનાખોરી વધુ છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સા વધારે છે. આવામાં ગુજરાતમાં પણ આવી સ્થિતિ આવી શકે છે. 

તેમજ રજૂઆતમાં એમ પણ જણાવાયું કે, Gift City માં હોટલો અને અન્ય સ્થળોનું સંચાલન રાજકીય વગદારો દ્વારા કરવામાં આવતું હોવાથી તેમને લાભ થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત ચૂંટણી દરમિયાન પણ મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થાય છે. જો દારૂબંધીમાંથી મુક્તિ આપવામાં આવે તો આગામી ચૂંટણીઓ પણ પ્રભાવિત થઇ શકે છે. તેથી દારૂબંધીની છૂટછાટ આપતો પરિપત્ર રદ થવો જોઈએ.

તાજેતરમાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ વિધાનસભામાં કહ્યુ હતું કે, રાજ્યમાં બે વર્ષમાં કરોડો રૂપિયાનો દારૂ પકડાયો છે. સરકારે Gift City માં આઇલેન્ડ બનાવીને દારૂની છૂટ આપી છે. દારૂ અટકાવી ન શકતા હોય તો દારૂની નીતિમાં સુધારો કરવો જોઈએ. આજે ગૃહ ઉદ્યોગની જેમ ઠેર ઠેર દારૂ બને છે અને વેચાય છે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *