Kutch News :ગુજરાતમાં ફરી મોટો કાંડ! કચ્છમાંથી ઝડપાયું નકલી ટોલનાકું, Breaking News 1

Spread the love

Kutch News :અહીંથી બારોબાર વાહનોને પૈસા લઈને પસાર કરાવાય છે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે

Kutch News :વાંકાનેર-મોરબી હાઈવે પર બોગસ ટોલાનાકું ઉભુ કરીને કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં કચ્છમાંથી પણ ટોલનાકા કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ભુજ-નલિયા હાઈવે પર સામત્રા ટોલનાકા નજીક અડીને જ એક રસ્તો બનાવવામાં આવ્યો છે. રાત્રીના સમયે અહીંથી બારોબાર વાહનોને પૈસા લઈને પસાર કરાવાય છે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોની મીઠી નજર હેઠળ આ ચાલી રહ્યું છે તે તપાસનો વિષય છે. 

Kutch News

કચ્છના ભુજ-નલિયા ધોરીમાર્ગ પર સામત્રા ટોલનાકા નજીક આવેલી ખાનગી જમીન પર એક ખાસ રસ્તો બનાવાયો છે. ભુજ-નલિયા હાઈવે પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. ખાસ કરીને અહીંથી પવનચક્કી, મીઠાના ટેઈલર સહિતની અવરજવર ખૂબ જ રહે છે. 

પૈસા લઈને ભારે વાહનોને પસાર કરાવવામાં આવે છે

સૂત્રોનો જણાવ્યા અનુસાર, રાત્રીના સમયે કેટલાક લોકો દ્વારા ટોલનાકા નજીક બનાવેલા રસ્તા પરથી પૈસા લઈને ભારે વાહનોને પસાર કરાવવામાં આવે છે. મોટાવાહનોના ચાલકોને કાયદેસર ટોલટેક્સ ન ભરવો પડે એ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી નાખી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. રાત્રે બારોબાર રૂપિયા લઈને વાહન પસાર કરાવવાની આ કરતૂતથી સરકારી તિજોરીને પણ નુકસાન પહોંચી રહ્યું છે. 

તો આ મામલે ભુજના પ્રાંત અધિકારી અનિલ જાદવનું કહેવું છે કે, આ બાબતે તેમની પાસે હજુ સુધી કોઈ ફરિયાદ આવી નથી. આ મામલે તપાસ કરવામાં આવશે અને જો કૌભાંડ સામે આવશે તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. 

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *