Kutch News :કચ્છના કરોડોના ડ્રગ્સકાંડમાં આરોપી જોબનજીત સિંહ ફરાર, અમૃતસરથી પરત લાવતી વખતે કુદરતી હાજતે જવાના બહાને થયો ફરાર
Kutch News :કચ્છના કરોડોના ડ્રગ્સકાંડમાં ઝડપાયેલો આરોપી જોબનજીત સિંહ ફરાર પોલીસને ચકમો આપી ફરાર થયો છે. અમૃતસરથી પરત લાવતી વખતે કુદરતી હાજતે જવાના બહાને ફરાર થયો છે. અત્રે જણાવીએ કે, ગુજરાત અને પંજાબ બંને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ભુજ પોલીસને થાપ આપી આરોપી થયો ફરાર
ઉલ્લેખનીય છે કે, પાલારા કેસમાં જોબનજીતસિંહ જેલ હવાલે કરાયેલો હતો. આરોપી ભુજ પોલીસને થાપ ફરાર આપી થયો છે. આ આરોપીની કરોડાના ડ્રગ્સકાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેણે બહાનું બનાવીને પોલીસને ચકમો આપી ફરાર થયો છે. જો કે, પોલીસે અત્યારે તેની શોધખોળ હાથ ધરી છે.