Kheda News :દારૂ પાર્ટીમાં પોલીસકર્મીઓની મારામારી, Breaking News 1

Spread the love

Kheda News :ખેડા જિલ્લામાં 3 પોલીસકર્મીઓની દારૂ પાર્ટીનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચી ગયો છે

Kheda News :કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે રાજ્યમાં હવે પોલીસકર્મીઓના જ દારૂ પાર્ટીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદમાં દારૂ પીને કારમાં આરામ કરતા પોલીસકર્મીની ઘટના સામે આવી હતી. ત્યારે હવે ખેડા જિલ્લામાં 3 પોલીસકર્મીઓની દારૂ પાર્ટીનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચી ગયો છે. વીડિયોમાં દારૂ પાર્ટી દરમિયાન પોલીસકર્મીઓ એકબીજા સાથે કોઈ બાબતે વિવાદ થતા મારામારી કરતા દેખાય છે.

Kheda News

દારૂની મહેફિલમાં પોલીસકર્મીઓની મારામારી

ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટરોની વચ્ચે દારૂની મહેફિલ દરમિયાન કોઈ બાબતને લઈને બબાલ થતા મારામારી કરી રહ્યા છે. વીડિઓમાં લીવ રિઝર્વમાં મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલ બી.ચૌહાણ તથા યશવંત આર.ચૌહાણ તેમજ પવિત્રધામ વડતાલ પોલીસ મથકના અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ચાર્જ ધરાવતા પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.પરમાર દેખાઈ રહ્યા છે. વીડિયો વાઈરલ થયા બાદ ત્રણેય પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

SPએ આપ્યા તપાસના આદેશ

વીડિયો સામે આવ્યા બાદ ખેડા SPએ ત્રણેય પોલીસકર્મીઓના ટ્રાન્સફરના આદેશ આપી દીધા છે. સાથે જ DySPને આ અંગે તપાસ સોંપી છે. વીડિયો થોડા દિવસ અગાઉનો હોવાનું કહેવાય છે, જોકે તે સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *