Kheda – Anand : નડિયાદ પોલીસ સ્ટેશનમાં 3, વડતાલમાં 2અને મહુધામાં 4 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
નડિયાદ, વડતાલ તથા મહુધા પોલીસે જુગાર રમતા ૯ ઈસમોને ઝડપી પાડી તેમની અંગઝડતી તથા દાવપરની રકમ મળી કુલ રૂ. ૩૨,૨૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Kheda – Anand : આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નડિયાદ ગ્રામ્ય પોલીસ પેટ્રોલિંગમાં નીકળેલ હતી. આ દરમિયાન તેઓને બાતમી મળેલ કે સલુણ બળીયાદેવ મંદિર રોડ ખુલ્લા ખેતરમાં કેટલાક ઈસમો પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમી આધારે પોલીસે દરોડો પાડી લાલાભાઇ રમણભાઇ સોલંકી, સિરાજભાઈ નુર મંહમદભાઈ વ્હોરા, અનવરભાઈ ઈબ્રાઇમભાઈ વ્હોરાને ઝડપી પાડયા હતા. તેમની અંગજડતી તથા દાવપરની રકમ મળી કુલ રૂ. ૧૫,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Kheda – Anand : જ્યારે બીજા બનાવમાં વડતાલ પોલીસ પેટ્રોલિંગમાં નીકળેલ હતી. આ દરમિયાન તેઓને હકીકત જાણવા મળેલ કે કણજરી રેલવે સ્ટેશન સામે સ્વામીનારાયણ ધર્મશાળા પાસે ખુલ્લામાં કેટલાક લોકો પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીને ઘ્યાનમાં રાખી પોલીસે દરોડો પાડી જયકિશન ઉર્ફે જે.કે.વિનોદકુમાર, ઇનાયત ઉર્ફે ઇન્યો રહીમહુસેન મલેકને ઝડપી પાડયા હતા. તેમની અંગજડતી દરમિયાન તથા દાવપરની રકમ મળી કુલ રૂ. ૧૫,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Kheda – Anand : આ ઉપરાંત મહુધા પોલીસ પેટ્રોલિંગમાં નીકળેલ હતી. આ દરમિયાન બાતમી મળેલ કે મંગળપુર ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં કેટલાક લોકો ભેગા મળીને પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમી આધારે પોલીસે રેઇડ પાડી રાજેશભાઇ મનુભાઈ પરમાર, મનોજભાઇ મેલાભાઈ બારૈયા, શૈલેષભાઇ અર્જુનભાઇ ભોજાણી, ફુલાભાઈ ડાયાભાઈ બારૈયાને હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડી તેમની અંગજડતી તથા દાવ પર મળી રકમ રૂ. ૧,૫૮૦ નો મુદ્દામાલ કબજે કરી લીધેલ હતો. આ બનાવ અંગે નડિયાદ, વડતાલ તથા મહુધા પોલીસે ૯ ઈસમો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.