Karnataka News :ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજીની આદતના કારણે એક એન્જિનિયરને દુ:ખદ પરિણામોનો સામનો કરવો પડ્યો છે
Karnataka News :ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજીની આદતના કારણે એક એન્જિનિયરને દુ:ખદ પરિણામોનો સામનો કરવો પડ્યો છે. તેણે ઘણા પૈસા ગુમાવ્યા અને સટ્ટાબાજી ચાલુ રાખવા માટે વધુ ઉધાર લેવાનું શરૂ કરી દીધું હતું. દેવું વધી જતાં તેને અને તેના પરિવારને ઉધાર આપનારાઓ દ્વારા ધમકીઓ મળવા લાગી હતી. તણાવના કારણે તેની પત્નીએ આપઘાત કરી લીધો અને શાહુકારો દ્વારા થતી હેરાનગતિને સુસાઈડમાં નોટ લખી હતી.
Karnataka News :પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મૃતક મહિલાના પિતાએ ખુલાસો કર્યો હતો કે તેમના જમાઈએ સટ્ટામાં 1.5 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા, જેમાંથી 54 લાખ રૂપિયાનું દેવું હજુ બાકી છે. આરોપીઓએ એન્જિનિયરને એવું કહીને ગેરમાર્ગે દોર્યા કે ક્રિકેટ સટ્ટો એ સંપત્તિ મેળવવાનો શોર્ટકટ છે. અને આ શોર્ટકટના ચક્કરમાં પરિવારે એક માણસને ગુમાવી દીધો છે.
આ કિસ્સો કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હોસદુર્ગાનો છે, જ્યાં લઘુ સિંચાઈ વિભાગમાં કામ કરતા દર્શન બાલુ નામના આસિસ્ટન્ટ એન્જિનિયરે ઝડપથી અમીર બનવાના પ્રયાસમાં ક્રિકેટના સટ્ટામાં આશરે રૂ. 1.5 કરોડ ગુમાવ્યા હતા અને જ્યારે તે ઉધારના પૈસા પાછા ન આપી શક્યો તો ઉધાર આપનારાઓએ તેના ઘરે આવીને તેની પત્નીની હેરાનગતિ શરૂ કરી દીધી. જેનાથી કંટાળીને દર્શનની પત્ની રંજીતા વી.એ આત્મહત્યા કરી લીધી હતી.
ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર, 24 વર્ષની રંજીથાએ સુસાઈડ નોટમાં આરોપ લગાવ્યો છે કે તેના પતિએ જેમની પાસેથી લોન લીધી હતી તે લોકો અવારનવાર તેમના ઘરે આવીને હેરાન કરતા હતા. જેનાથી કંટાળીને તેણે આ ભયાનક પગલું ભર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, લોન આપનારાઓએ જો બાકી રકમ ચૂકવવામાં નહીં આવે તો સમગ્ર પરિવારને બદનામ કરવાની ધમકી આપી હતી. આ જોઈને રંજીતા ગભરાઈ ગઈ અને 19 માર્ચે તેણે આત્મહત્યા કરી લીધી.
સટ્ટાબાજીની આદતના કારણે ઘણા લોકોએ પોતાના ઘર ખોયા છે અને હવે પરિવાર ખોયાની ઘટના સામે આવી છે. સટ્ટાબાજીના ચક્કરમાં એક પત્નીએ આત્મહત્યા કરી દીધી હતી.