Kalol News :કલોલ તાલુકા પોલીસે બોરીસણામાંથી વિદેશી દારૂની ત્રણ અને બિયરના ચાર ટીન જપ્ત કર્યા હતા.
Kalol News :કલોલ તાલુકા પોલીસે બોરીસણામાંથી વિદેશી દારૂની ત્રણ અને બિયરના ચાર ટીન જપ્ત કર્યા હતા. આરોપીએ પોતાની મોપેડમાં ૧૨૭૮ રૂપિયાનો દારૂ લઈને બોરીસણા તરફ જઈ રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે રેડ કરતા આરોપી નાસી છૂટયો હતો.

ઘટનાની વિગત અનુસાર ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ખોરજાપરામાંથી બોરીસણા તરફ એક ઇસમ મોપેડમાં વિદેશી દારૂ લઈને બોરીસણા તરફ આવે છે. પોલીસે બાતમીને આધારે વોચ રાખી હતી. આ દરમિયાન એક વ્યક્તિ મોપેડ લઈને આવતો જોતા પોલીસે તેને ઉભો રાખવાનું ઇશારો કર્યો હતો. પોલીસની ગાડી જોઈને મોપેડ નાખી ઇસમ ભાગી છૂટયો હતો.
પોલીસે મોપેડની તપાસ કરતા ડેકીમાંથી વિદેશી દારૂની ૭૯૮ રૂપિયાની ત્રણ બોટલ અને ૪૮૦ રૂપિયાના ચાર બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ અને મોપેડ મળીને કુલ ૨૬,૨૭૮ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.