Jamnagar Crime News :જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિએ મહાનગરપાલિકાના સિટી ઈજનેર પાસે ખંડણી માંગતા ભારે ચકચાર મચી જવા પામી છે
Jamnagar Crime News :જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિએ મહાનગરપાલિકાના સિટી ઈજનેર પાસે ખંડણી માંગતા ભારે ચકચાર મચી જવા પામી છે. જી હા હાલ સિટી ઈજનેર ભાવેશ જાની દ્વારા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ દીપુ પારીયા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મળતી માહિતી અનુસાર, જામનગર મહાનગર પાલિકા ખાતે સિટી ઈજનેર તરીકે ફરજ બજાવતા ભાવેશ જાનીએ શહેરના વોર્ડ નંબર 1ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ દીપુ પારિયા સામે ફરિયાદ નોંધાવી છે.
જેમાં તેઓના જણાવ્યા અનુસાર, દીપુ પારિયાએ તેમને ધમકી આપી હતી કે જો તેમને નોકરી કરવી હોય તો દર મહિને 1,00,000 રૂપિયાનો હપ્તો આપવો પડશે. આ સાથે જ વકીલ હારુન પલેજાની જેમ અધિકારીની પણ હત્યા કરાવી નાખવાની ધમકી આપી હતી. સાથે જ ઉશ્કેરાઈ જઈને અધિકારીના શર્ટનો કાઠલો પકડી તેમને ખોટા એટ્રોસિટીના કેસમાં ફીટ કરાવવાની ધમકી પણ આપી હતી.