ISRO chief S Somanath :ISRO ચીફ એસ સોમનાથને કેન્સર…..! Breaking News 1

Spread the love

ISRO chief S Somanath :ઈસરોના ચીફ એસ.સોમનાથને કેન્સર થયું છે, તેમણે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે

ISRO chief S Somanath :ઈસરોના ચીફ એસ.સોમનાથને કેન્સર થયું છે. તેમણે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. સોલાર મિશન આદિત્ય એલ-1ના લૉન્ચિંગના દિવસે રૂટિન ચેકઅપ દરમિયાન તેમને આ ગંભીર બીમારી વિશે જાણ થઈ હતી. એસ. સોમનાથે એક ઈન્ટરવ્યુમાં આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, સ્કેનિંગમાં કેન્સરની જાણ થઈ હતી. ચંદ્રયાન-3 મિશનના લૉન્ચ દરમિયાન પણ કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હતી. જોકે, ત્યાં સુધી કંઈ પણ સ્પષ્ટ ન હતું.

ISRO

તેમણે કહ્યું કે, આદિત્ય મિશનના દિવસે જ તેમને આ બીમારી વિશે ખબર પડી હતી. જેથી તેઓ અને તેમના પરિવારજનો દુઃખી થઈ ગયા હતા. અહીં સુધી કે તેમના તમામ સાથી વૈજ્ઞાનિકો પણ આ સમાચારથી દુઃખી હતા. પરંતુ તેમણે આ પડકારજનક માહોલમાં પોતાને સંભાળીને રાખ્યા. પરિવાર અને ઈસરોના વૈજ્ઞાનિકોએ તેમને સંભાળ્યા. લૉન્ચિંગ બાદ તેઓ વધુ સારવાર માટે ચેન્નાઈ ગયા હતા. જ્યાં એવું બહાર આવ્યું હતું કે આ બીમારી તેમને જેનેટિકલી મળી છે અને તેમને પેટનું કેન્સર છે. આ પછી સોમનાથની સર્જરી કરાવી પછી તેમની કીમોથેરાપી ચાલતી રહી. 

એસ.સોમનાથે જણાવ્યું કે, તેમનો આખો પરિવાર આઘાતમાં હતો. પણ હવે એવું કંઈ નથી. સારવાર થઈ અને તેઓ સ્વસ્થ થઈ ગયા. દવાઓ હાલમાં ચાલી રહી છે. પરંતુ આ દરમિયાન તેમના પરિવાર અને મિત્રોએ તેમને ઘણો સાથ આપ્યો. તેમણે જણાવ્યું કે, તેઓ જાણે છે કે સારવારમાં ઘણો સમય લાગશે. તે એક લાંબી પ્રક્રિયા છે. પણ હું આ જંગ લડીશ. ઘણી રિકવરી થઈ છે. હું માત્ર ચાર દિવસ જ હોસ્પિટલમાં હતો અને પાંચમા દિવસથી ઈસરોમાં કામ કરવા લાગ્યો હતો. હું સતત મેડિકલ ચેકઅપ્સ અને સ્કેન કરાવી રહ્યો છું. પરંતુ હવે હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છું.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *