IPL 2024 :હૈદરાબાદે 20 ઓવરમાં 277 ફટકારી IPLના ઈતિહાસનો સૌથી હાઈએસ્ટ સ્કોર બનાવી દીધો છે
IPL 2024 :આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ રમાઈ રહી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં મુંબઈની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 277 ફટકારી IPLના ઈતિહાસનો સૌથી હાઈએસ્ટ સ્કોર બનાવી દીધો છે. જી હા IPL ના દરેક રેકોર્ડ તૂટી ગયા છે.
SRHએ સારી શરૂઆત કરી અને 3 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા. આ સિઝનમાં હેડની આ પ્રથમ મેચ છે. મેદાન પર આવતાની સાથે જ તેણે 18 બોલમાં તોફાની ફિફ્ટી ફટકારી હતી. ત્યારબાદ અભિષેક શર્માએ 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ સિઝનમાં તેમણે સૌથી ફાસ્ટેસ ફિફ્ટી ફટકારી છે. હેનરિક ક્લાસને પણ પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. તેણે 23 બોલમાં અડધી સદી પૂરી કરી હતી.