IPL 2024 :IPL માં સુરક્ષાની ચૂક હોય તેવું જોવા મળી રહ્યું હતું અને આ દરમિયાન એક મોટી ભૂલ પણ જોવા મળી હતી
IPL 2024 :ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનની છઠ્ઠી મેચ સોમવારે (25 માર્ચ) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાઈ હતી. આરસીબીએ આ મેચ 4 વિકેટે જીતી લીધી હતી, ત્યારે IPL માં સુરક્ષાની ચૂક હોય તેવું જોવા મળી રહ્યું હતું અને આ દરમિયાન એક મોટી ભૂલ પણ જોવા મળી હતી.
મેચમાં પંજાબ કિંગ્સે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં RCBએ 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ 49 બોલમાં સૌથી વધુ 77 રનની ઇનિંગ રમી હતી. કોહલી જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે સુરક્ષામાં ક્ષતિની વિચિત્ર ઘટના જોવા મળી હતી.
એક ચાહક અચાનક મેદાનમાં ઘુસી ગયો. તે સીધો કોહલી પાસે ગયો અને તેના પગે પડ્યો. તે પ્રશંસકે કોહલીના પગને સ્પર્શ કર્યો હતો. સુરક્ષાકર્મી પણ તેની પાછળ દોડી આવ્યા હતા. ત્યારે તેની પેહલા રમાયેલી ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચમાં કૂતરો ચાલુ મેચ દરમિયાન દોડી આવ્યો હતો.
ત્યારે આ ચાહકને પાછળથી અન્ય એક સુરક્ષાકર્મી આવ્યો અને દર્શકને પકડીને બહાર લઈ ગયો. આઈપીએલ અને ખેલાડીઓની સુરક્ષામાં આ એક મોટી ભૂલ છે. તમને જણાવી દઈએ કે આઈપીએલ કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ પહેલીવાર નથી જ્યારે સુરક્ષામાં ખામી સામે આવી હોય.