IPL 2024 | રોહિત શર્માને મોટો ઝટકો! મુંબઈ ઈન્ડિયન્સના પોસ્ટરથી ફોટો જ ગુમ, ફેન્સ ભડક્યાં
IPL 2024 : મુંબઇ ઈન્ડિયન્સે ટીમનો એક પોસ્ટર જારી કરી નવો વિવાદ શરૂ કરી દીધો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનાર 5 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની શુક્રવારે જાહેરાત થઇ

IND vs ENG | ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનાર 5 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની શુક્રવારે જાહેરાત થઇ હતી. આ દરમિયાન મુંબઇ ઈન્ડિયન્સે ટીમનો એક પોસ્ટર જારી કરી નવો વિવાદ શરૂ કરી દીધો છે. મુંબઈ ઈન્ડિયાના ફેન્સ હવે ફ્રેન્ચાઈઝીના એક પોસ્ટરને જોઈને ભડકી ઊઠ્યાં છે.
પોસ્ટરમાં રોહિત શર્મા જ નહીં
ખરેખર મુંબઈ ઈન્ડિયન્સે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ભારતીય ટીમનો એક પોસ્ટર શેર કર્યો હતો જેમાં ઈંગ્લેન્ડ સામે રમાનાર સ્ક્વૉડ બતાવાઈ હતી. આ પોસ્ટરમાં કે.એલ.રાહુલ, શ્રેયસ અય્યર અને જસપ્રીત બુમરાહના કટઆઉટ બતાવાયા છે પણ રોહિત શર્માને ગુમ કરી દેવામાં આવ્યો હતો.
ફેન્સ ભડક્યાં
આ મામલે ફેન્સ ભડકી ઊઠ્યા હતા. એવી આશંકા છે કે મુંબઇ ઈન્ડિયન્સ અને રોહિત શર્મા વચ્ચે બધુ ઠીક નથી. રોહિતના ફેન્સ મીમ્સ શેર કરવા લાગ્યા હતા અને તેમણે લખ્યું કે કુછ તો ગરબડ હે દયા..કુછ તો ગરબડ હે. સાથે જ ફેન્સે એમઆઈ પેજને અનફોલો કરવાની અપીલ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે 2024ની IPL પહેલાં મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની કેપ્ટન્સી છીનવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવી દીધો છે.