Indian Army Day 2024 Latest News: તમે જાણો છો કે પોતાના પરિવારથી દૂર સિયાચીનની માઈનસ 40 ડિગ્રી કે પછી રાજસ્થાનની સરહદે 50 ડિગ્રીના ધોમધખતા તાપમાં ફરજ બજાવતા આપણા નરબંકાઓને કેટલો પગાર મળે છે?
- આજે છે Indian Army Day
- ભારતીય સૈન્યના વીર જવાનોને સેલરી તેમના રેન્ક પ્રમાણે
- પગારની સાથે સાથે અન્ય ફાયદા અને સુવિધા પણ આપવામાં આવે છે
Indian Army Day 2024 : ભારતીય સૈન્ય, આ શબ્દો સાંભળતા જ આપણા સૌના મનમાં માનની લહેરખી ઉભી થઈ જાય અને હાથ આપોઆપ સલામી આપવા માંડે. દરેક ભારતીય માટે સૈન્યની ત્રણેય પાંખ અને તેનો એકેએક જવાન રોલમોડેલ છે. આ જ એ શૂરવીરો છે, જેને કારણે આપણે સૌ આપણા ઘરમાં આરામથી સુઈ શકીએ છીએ. પરંતુ શું, તમે એ જાણો છો કે પોતાના પરિવારથી દૂર સિયાચીનની માઈનસ 40 ડિગ્રી કે પછી રાજસ્થાનની સરહદે 50 ડિગ્રીના ધોમધખતા તાપમાં ફરજ બજાવતા આપણા નરબંકાઓને કેટલો પગાર મળે છે?
તો ધ્યાન આપો કે ભારતીય સૈન્યના વીર જવાનોને સેલરી તેમના રેન્ક પ્રમાણે મળે છે. સૈનિકોથી લઈને અધિકારીઓને પગારની સાથે સાથે અન્ય ફાયદા અને સુવિધા પણ આપવામાં આવે છે. સાતમા વેતન આયોગ બાદ ભારતીય સૈન્યમાં જવાનોને મળતા પગારની પ્રોસેસ વધુ સરળ બનાવી દેવાઈ છે. ચાલો જાણીએ કે ભારતીય સૈન્યમાં કોને કેટલો પગાર મળે છે.
લેફ્ટનન્ટ
લેફ્ટનન્ટના પદ પર 10મા વેતન આયોગ અનુસાર પગાર આપવામાં આવે છે, જેમાં બેઝિક સેલરી 56,100 રૂપિયાથી લઈને 1,77,500 રૂપિયા સુધી છે. આ સેલરી કોઈ પણ જાતના અલાઉન્સ વગરની છે.
કેપ્ટન
10મા વેતન આયોગ અંતર્ગત કોઈ પણ અલાઉન્સ વગર કેપ્ટન પદના અધિકારીને 61,300 રૂપિયાથી લઈને 1,93,900 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવે છે.
લેફ્ટનન્ટ કર્નલ
લેફ્ટનન્ટ કર્નલ પદના અધિકારીને વેતન સ્તર 12A અંતર્ગત પગાર આપવામાં આવે છે. જેમાં અલાઉન્સ વગર લઘુત્તમ પગાર 1,21,200 રૂપિયા અને મહત્તમ પગાર 2,12,400 રૂપિયા સુધીનો છે.
કર્નલ
તો કર્નલ પદના અધિકારીને વેતન સ્તર 13ના આધારે સેલરી આપવામાં આવે છે. જેમાં અલાઉન્સ છોડીને 1,30,600થી લઈને 2,15,900 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવે છે.

બ્રિગેડિયર
બ્રિગેડિયર પદના અધિકારીને કર્નલ કરતા એક સ્ટેપ આગળ એટલે કે વેતન સ્તર 13Aના આધારે અલાઉન્સ વગર 1,39,600 રૂપિયાથી લઈને 2,17,600 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવે છે.
મેજર જનરલ
મેજર જનરલનું વેતન સ્તર 14 ગણવામાં આવે છે. જેમાં કોઈ પણ જાતના અલાઉન્સ વગર ઓછામાં ઓછું રૂપિાય 1,44,200થી લઈને 2,18,200 સુધીનું વેતન આપવામાં આવે છે.
લેફ્ટનન્ટ જનરલ HAG સ્કેલ
લેફ્ટનન્ટ જનરલ HAG સ્કેલના અધિકારીને વેતન સ્તર 15ના આધારે પગાર ચૂકવવામાં આવે છે. જેમાં કોઈ પણ અલાઉન્સ વગર લઘુત્તમ વેતન 1,82,200 રૂપિયાથી લઈને 2,24,100 રૂપિયા ચૂકવવામાં આવે છે.
લેફ્ટનન્ટ જનરલ HAG + સ્કેલ
લેફ્ટનન્ટ જનરલ HAG + સ્કેલના અધિકારીને વેતન સ્તર 16ના આધારે પગાર આપવામાં આવે છે, જેમાં અલાઉન્સ વગર લઘુત્તમ વેતન 2,05,400 રૂપિયાથી શરૂ થઈને 2,24,400 રૂપિયા છે.
VCOAS/સેન્ય કમાન્ડર/ લેફ્ટનન્ટ જનરલ (NEGS)
VCOAS/સેન્ય કમાન્ડર/ લેફ્ટનન્ટ જનરલ (NEGS)નું વેતન સ્તર 17 ગણવામાં આવે છે, જેમાં અલાઉન્સ વગર નિશ્ચિત વેતન પ્રતિ માસ 2,25,000 રૂપિયા છે.
ચીફ ઓફ આર્મી સ્ટાફ
વેતન મેટ્રિક્સના આધારે આ પદના અધિકારીને વેતન સ્તર 18માં માનવામાં આવે છે. જેમાં 2,50,000 રૂપિયા વેતન નિશ્ચિત કરવામાં આવેલું છે.