Holi 2024 :આજે હોળી પર્વને ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલા રાજ્યના ત્રણ મોટા ધામમાં શ્રદ્ધાળુની ભારે ભીડ જામી છે
Holi 2024 :આજે હોળી પર્વને ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલા રાજ્યના ત્રણ મોટા ધામમાં શ્રદ્ધાળુની ભારે ભીડ જામી છે. યાત્રાધામ દ્વારકા, ડાકોર અને શામળાજીમાં ભાવી-ભક્તોની માનવ મહેરામણ ઉમટ્યુ છે. દેવભૂમિ દ્વારકામાં ભક્તિમય માહોલ વચ્ચે દ્વારકાધીશના રંગે રંગાતા ભક્તો જોવા મળ્યા હતા. રાસની રમઝટ સાથે જય દ્વારકાધીશના નાદ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. આ સાથે ડાકોરના ઠાકોરના દ્વારે પણ હોળી પર્વને લઈ હજારો ભક્તોનું ઘોડાપૂર દર્શને પહોંચ્યુ હતુ.
હોળી પર્વને લઇ આજે વહેલી સવારથી દ્વારકામાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ભક્તોનું ઘોડાપુર સવારથી દ્વારકાધીશના દર્શનાર્થે ઉમટ્યુ હતું. ભક્તોએ દર્શન કર્યા બાદ દ્વારકાધીશ સાથે રંગોની હોળી રમી હતી. રાસની રમઝટ દ્વારકાધીશના નાદ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. દ્વારકામાં ભક્તિમય માહોલ વચ્ચે વિશાળ સંખ્યામાં ભક્તો દ્વારકા પહોચ્યા હતા. હોળીના તહેવારને લઈ દ્વારકામાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી.
હોળીના પર્વને લઈને યાત્રાધામ ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યુ હતું. ડાકોરમાં ફાગણી પૂનમના ઉત્સવને પગલે રસ્તાઓ પર ભક્તોનો મહાસાગર જોવા મળી રહ્યો છે. હજારો ભક્તો ધજા સાથે ભગવાનના દર્શને આવી રહ્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. લાખો ભક્તોની ડાકોરના રસ્તા પર લાંબી કતારો જોવા મળી હતી. મંદિરે ભક્તો દ્વારા ધજા ચડાવવામાં આવી હતી. ડાકોરના ઠાકોરની એક ઝલક માટે ભક્તો આતૂર બન્યા હતા.
યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી ભક્તો ઉમટયા છે. રંગોત્સવના તહેવારની ભક્તો અબીલ-ગુલાલની છોળો ઉડાળી ઉજવણી કરી રહ્યા છે. ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ લગાવાયો હતો. ભક્તો મોટી સંખ્યામાં મંદિરમાં ઉજવણીમાં જોડાયા છે. આજે હોળીના પાવન અવસરે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા હતા.