Holi 2024 :કેટલીક વસ્તુઓનું દાન કરવું અશુભ માનવામાં આવે છે, તો ચાલો જાણીએ કે કઈ વસ્તુઓનું દાન કરવાથી નુકસાન થઈ શકે છે
Holi 2024 :હોળીને સૌથી મોટા અને મુખ્ય તહેવારમાંથી એક માનવવામાં આવે છે. દેશભરમાં આ તહેવારને હર્ષ ઉલ્લાસથી ઉજવાણી કરવામાં આવે છે. એક તરફ હોળીમાં રંગો ઊડે છે તો બીજી તરફ હોલિકા દહન કરી નકારાત્મક શક્તિઓને અગ્નિમાં બાળવાની પરંપરા છે. હોળીમાં રંગો સાથે રમવા સિવાય, આ દિવસે દાનપુણ્યના કરવાની પણ પરંપરા છે. એવું માનવામાં આવે છે કે હોળી દરમિયાન કેટલાક જ્યોતિષીય ઉપાય કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે. સાથે જ કેટલીક વસ્તુઓનું દાન કરવું અશુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે કઈ વસ્તુઓનું દાન કરવાથી નુકસાન થઈ શકે છે.
કપડાનું દાન ગરીબોને ન કરવું
હોળીના દિવસે ક્યારેય પણ પહેરેલા કપડાનું દાન ગરીબોને ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે આવા કપડાનું દાન કરવાથી ઘરની સમૃદ્ધિ પર અસર પડે છે.
સ્ટીલના વાસણોનું દાન ન કરવું
હોળીના દિવસે ભૂલથી પણ લોખંડ કે સ્ટીલના વાસણોનું દાન ન કરવું જોઈએ. આવું કરવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરંતુ જો તમે સક્ષમ છો, તો તમે હોલિકા દહનના દિવસે કોઈ બાલિકાને સોનાની કોઈ વસ્તુનું દાન કરી શકો છો.
રૂપિયાનું દાન કરવાથી બચવું
હોળીના દિવસે રૂપિયાનું દાન કરવાથી બચવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે હોલિકા દહનના સમયે રૂપિયાનું દાન કરવાથી તમારા ઘરની આર્થિક સ્તિથિ ખરાબ થઈ શકે છે.
સફેદ વસ્તુઓનું દાન ન કરવું
હોળીના દિવસે ભૂલથી પણ સફેદ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. આમ કરવાથી શુક્ર ગ્રહ નારાજ થઈ શકે છે અને ચંદ્ર દોષ પણ લાગી શકે છે.
સુહાગની વસ્તુઓ બીજી મહિલાને ન આપવી
હોળીના દિવસે ભૂલથી પણ સુહાગની વસ્તુઓ બીજી મહિલાને ન આપવી જોઈએ. આવું કરવું પતિ માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે.
કાંચની વસ્તુઓનું દાન ન કરવું
હોળીના દિવસે કાંચની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સમસ્યાઓ આવે છે. જો તમારે કોઈને ભેટ જ આપવી હોય તો હોળીના દિવસે આ વસ્તુઓ ન આપવી જ ફાયદાકારક રહેશે.