Happy Birthday Ahmedabad :આજે અમદાવાદનો સ્થાપના દિન, Great 1

Spread the love

Happy Birthday Ahmedabad :અમદાવાદ શહેરની સ્થાપનાને આજે 613 વર્ષ પૂર્ણ થયાં છે

Happy Birthday Ahmedabad :અમદાવાદ શહેરની સ્થાપનાને આજે 613 વર્ષ પૂર્ણ થયાં છે. તા. ૨૬ ફેબ્રુઆરી, ૧૪૧૧એ અમદાવાદની સ્થાપના અહમદશાહ બાદશાહે કરી હતી, જોકે અહમદાબાદથી અપભ્રંશ થઈને અમદાવાદ તરીકે ઓળખાતા આ શહેરનાં બે-ત્રણ અન્ય જૂનાં-પુરાણાં નામ પણ છે, જેમ કે રાજનગર, આશાવલ અને કર્ણાવતી નામ એક અથવા બીજા સમયે પ્રચલિત રહ્યાં છે.

Happy Birthday

Happy Birthday Ahmedabad :રાજા કર્ણદેવથી કર્ણાવતી અને સુલતાન અહમદશાહના નામથી અહમદાબાદ

બીજી તરફ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો તેના અહમદાબાદ નામના કારણે મળ્યો હોવાની બાબત પણ તે સમયે ચર્ચાસ્પદ બની હતી, જોકે શહેરને યુનેસ્કો દ્વારા વર્ષ ૨૦૧૭માં વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો તેના પ્રાચીન સ્થાપત્યના આધારે અપાયો હતો.

ઉપરાંત તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરીને યુનેસ્કોમાં મોકલાવાયેલા ડોઝિયરમાં આ શહેર આશા ભીલના કારણે આશાવલ, રાજા કર્ણદેવથી કર્ણાવતી અને સુલતાન અહમદશાહના નામથી અહમદાબાદ તરીકે ઓળખાતું રહ્યું છે, જેમાં શહેરના જૈન સમાજના લોકો દ્વારા ‘રાજનગર’ તરીકેની ઓળખાણનો પણ ઉલ્લેખ કરાયો છે એટલે મ્યુનિ. હેરિટેજ વિભાગ અમદાવાદનું નામ બદલવાથી તેનો હેરિટેજ સિટીનો ખિતાબ છીનવાઈ જશે તેમ માનતો નથી. યુનેસ્કોમાં શહેરના નામને લગતી કોઈ ચોક્કસ શરત નથી. તુર્કીના ઈસ્તંબૂલ જેવા પ્રાચીન શહેરનાં નામકરણ ઉદાહરણરૂપે છે.

અહમદ શાહે બદલ્યું નામ

અમદાવાદનું નામ પહેલા કર્ણાવતી નામથી ઓળખાતું હતું અને 1411માં મુઝફ્ફર વંશના સુલ્તાન અહમદ શાહે તેનું નામ બદલી નાખ્યું. જ્યારે તેમણે રાજા કર્ણદેવ પ્રથમ પાસેથી જીતી લીધું હતું. અહીં કેટલીય મસ્જિકો તે સમયની વાસ્તુકલાને દર્શાવે છે. જ્યારે મહાગુજરાત આંદોલન બાદ બોમ્બે સ્ટેટથી અલગ થઈને મહારાષ્ટ્ર અને ગુજરાત બન્યા તો, 1960થી 1970 સુધી અમદાવાદ ગુજરાતની રાજધાની બની.

ત્યાર બાદ નવા શહેરની ડિઝાઈન કરીને વસાવ્યા અને તેનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું. આજે ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. આજે પણ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદમાં આવેલી છે. અમદાવાદને ગુજરાતનું આર્થિક કેન્દ્ર માનવામાં આવે છે.

શહેરને ‘અહમદ આબાદ’ તરીકે જ ઓળખાવે

છેલ્લાં વીસથી વધુ વર્ષથી ભાજપના શાસનકાળમાં કર્ણાવતીનો મામલો ચર્ચાતો રહ્યો છે. ઠરાવ પણ સરકારી ફાઇલમાં ધૂળ ખાતો પડ્યો છે, જોકે હવે ‘મિમ’ના કારણે અમદાવાદના નામકરણનો વર્ષોજૂનો વિવાદ વધુ ઉગ્ર બની શકે છે. ઉલ્લેખનીય છે કે લઘુમતી સમાજના કેટલાક લોકો અહમદશાહ બાદશાહની યાદમાં આજે પણ શહેરને ‘અહમદ આબાદ’ તરીકે જ ઓળખાવે છે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *