Gujarat Weather Update :અમદાવાદ સાથે બીજા ઘણા રાજ્યોમાં ગરમીનો પારો ઉપર જોવા મળ્યો છે ત્યારે હવામાન વિભાગે 4 જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે
Gujarat Weather Update :ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઈ છે. ગુજરાતમાં ઉનાળાની શરૂઆત જ ખુબ આકરી જોવા મળી છે. ગુજરાતમાં ગરમીનું તાપમાન દિવસેને દિવસે વધુ થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ સાથે બીજા ઘણા રાજ્યોમાં ગરમીનો પારો ઉપર જોવા મળ્યો છે ત્યારે હવામાન વિભાગે 4 જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટનાં કારણે રાજ્યમાં બે દિવસ ગરમીનો વધુ અનુભવ કરશે.
ગુજરાત રાજ્યમાં આજે તેમજ આવતીકાલે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે પશ્ચિમથી ઉત્તર તરફ પવન ફૂંકાઈ રહ્યા છે. બુધવારે રાજ્યનાં આઠ શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ અનેક જીલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ અને રાજકોટમાં હીટવેવને આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા અને અમદાવાદમાં પણ રાત્રે ગરમ પવન ફૂંકાવાની શક્યતાઓ છે. આ સિવાયનાં તમામ જીલ્લાઓમાં તાપમાન સામાન્ય રહેશે.