Gujarat Weather :રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ગરમીમાં વધારો થયો છે, ત્યારે આવનારા વધુ 5 દિવસ હિટવેવ જોવા મળશે તેવી આગાહી કરાઇ છે
Gujarat Weather :રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ગરમીમાં વધારો થયો છે, ત્યારે આવનારા વધુ 5 દિવસ હિટવેવ જોવા મળશે તેવી આગાહી કરાઇ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓએ ઉનાળાની શરૂઆતે જ આકરી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. પરંતુ રાજ્યનો એક જિલ્લો હાલ આગની ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ગરમી જોવા મળી રહી છે.
ઉનાળામાં જળસંકટ પણ આવે છે ત્યારે રાજ્યમાં ઉનાળામાં જળસંકટ આવી શકે છે. ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના જળાશયોમાં માત્ર 40 ટકા ઓછું પાણી બચ્યું છે. તો રાજ્યના કુલ જળાશયોમાં માત્ર 57 ટકા જેટલું પાણી છે. ત્યારે આવામાં ઉનાળો કેવી રીતે કાઢવો તે મોટો સવાલ છે.
ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. ગુજરાતના મોટાભાગે હિટવેવના વિસ્તારોમાં તાપમાન 39- 40 ડિગ્રી રહેવાની શક્યતા છે. 25 થી 26 માર્ચ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને, અમરેલીમાં હિટવેવની આગાહી છે. આગામી દિવસોમા 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. જેમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે.
રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક શહેરોમાં હીટવેવની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. અહીં પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, કચ્છમાં ભીષણ ગરમી પડશે. તો ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી છે. મોટાભાગના શહેરોનું તાપમાન 38 ડિગ્રી ઉપર નોંધાયું છે. ત્યારે આગામી દિવસમાં વધુ ગરમી પડશે તેવી પણ આગાહી કરવામાં આવી છે ત્યારે આ વખતની ગરમીમાં હીટવેવ થવાની પણ શક્યતા છે.