Gujarat Weather :અગન દઝાડે તેવી ગરમીની શરૂઆત થઈ ગઈ છે, પ્રારંભમાં જ સુરજદાદાએ પોતાનો પ્રકોપ બતાવી દીધો છે
Gujarat Weather :ગુજરાતમાં હવે સિઝન બદલાઈ રહી છે. લાંબા સમયથી ચાલી રહેલી ડબલ સિઝન હવે પુરી થઈ ગઈ છે. હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હવે તમને જેકેટ કે સ્વેટર પહેલાં કોઈ નહીં દેખાય. હવે સધરા, ટ્રેક, ખાદીના કપડા, સુતરાઈ કપડા પહેરવાની સિઝન આવી ગઈ છે. કારણકે, હવે અગન દઝાડે તેવી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. પ્રારંભમાં જ સુરજદાદાએ પોતાનો પ્રકોપ બતાવી દીધો છે.
ગુજરાતના 10 શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને તેથી વધુ નોંધાયું છે. તો 39.1 ડિગ્રી સાથે રાજકોટ સૌથી વધુ ગરમ રહ્યું છે. 10 શહેરોનું તાપમાન 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો 39.1 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. માર્ચ પુરો થતા થતા તો ગુજરાતીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી જશે તેવી આગાહી સામે આવી રહી છે. આજે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, રાજ્યમાં હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના લોકો આકરી ગરમી માટે તૈયાર રહે. માર્ચ મહિનાના અંત સુધીમાં કાળઝાળ ગરમી પડશે. માર્ચના અંત સુધીમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. હાલ અમદાવાદનું તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું છે. ત્યારે ગુજરાતમાં પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થશે કે ઘટાડો? આવનારા પાંચ દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમી રાડ પડાવી દેશે.
આગામી પાંચ દિવસમાં સોરાષ્ટ્ર-કચ્છના કોસ્ટલ વિસ્તારમાં ગરમી અને ભેજના કારણે ડિસકમ્ફર્ટ જેવી પરિસ્થિતિ રહી શકે છે. આગામી પાંચ દિવસમાં કંડલા અને પોરબંદરમાં હિટવેવની શક્યતા છે. હાલ પોરબંદરમાં તાપમાન 38 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે કંડલામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અહીં હીટવેવની સાથે આગામી પાંચ દિવસમાં એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. અહીં ગરમ પવનો ફૂંકાવવાની આગાહી છે.