Gujarat Weather News :ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં? જાણો આગાહી, Breaking News 1

Spread the love

Gujarat Weather News :હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોમસી વરસાદ બાદ હેવ ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે

Gujarat Weather News :હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોમસી વરસાદ બાદ હેવ ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ આજથી કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. મહત્વનું છે કે, વરસાદી સિસ્ટમની અસર ઘટતા વરસાદ નહી પડે. જોકે આજે રાજ્યમાં પવન સાથે ઠંડી અનુભવાશે. તો વરસાદી માહોલના કારણે આજથી લઘુત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો પણ નોંધાયો. જ્યાં આગામી 24 કલાક સુધી ઠંડીનો ચમકારો રહેશે. આ સાથે હવે 5 માર્ચથી રાજ્યમાં ગરમી ફરી શરૂ થશે.

Gujarat Weather

આખરે રવિવારે વરસાદી સિસ્ટમ વેખેરાઇ

રાજ્યમાં આજથી કમોસમી વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યમાં શનિવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પડેલા વરસાદ બાદ આખરે રવિવારે વરસાદી સિસ્ટમ વેખેરાઇ છે. શનિવારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ બાદ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો. વહેલી સવારે ઠંડા પવનોને કારણે લોકોને સ્વેટર અને જેકેટનો ઉપયોગ કરવાની ફરજ પડી છે. જોકે આગામી 24 કલાક બાદ ઠંડીમાં ઘટાડો થશે. જે બાદ 5 માર્ચથી ફરી રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાશે.

શિયાળુ પાકને નુકસાનની ભીતિ

મહત્વનું છે કે, કચ્છ સૌરાષ્ટ્રથી લઇ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં શનિવારે વરસાદ જોવા મળ્યો. જેને લઇને રાજ્યમાં ખેડૂતના તૈયાર શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ગઇકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં આવેલ કમોસમી વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા તો કેટલીક જગ્યાએ કૃષિપાકને પણ નુકશાન પહોંચ્યું છે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *