Gujarat News :સરહદી વિસ્તારના સુઈગામ તાલુકાના ઉચોસણ ગામે જોરાવરગઢના યુવાનનું શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી જવા પામી હતી
Gujarat News :સરહદી વિસ્તારના સુઈગામ તાલુકાના ઉચોસણ ગામે જોરાવરગઢના યુવાનનું શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી જવા પામી હતી. અને અનેક સવાલો ઉઠી રહા છે. જોરાવરગઢ ગામના ઠાકોર દશરથ ભાઈ માનાભાઈ ઉ.વ. 28 જેઓ મજુરી કરી તેમના પરીવારનું ગુજરાન ચલાવતા હતા જેઓ ખેતી કામ કરતા હતા તે દરમિયાન અચાનક તબિયત લથડતા ભાભર મુકામે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તેમને લાવવામાં આવ્યા હતા.
ભાભર સામુહીક કેન્દ્રમાં આવતા તેમને મૃતક જાહેર કર્યા તેમજ પોલીસને જાણ કરતા સુઈગામ પી.એસ.આઈ સહિતનો સુઈગામ પોલીસ સ્ટાફના માણસો ભાભર સામુહીક આરોગ્ય કેન્દ્રમાં દોડી આવ્યા અને મૃતકની લાશને પી.એમ. માટે મોકલી હતી. મૃતકના સગાઓ સહિત ગામના લોકોના ટોળે ટોળા ભાભર સામુહીક કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા જે બાબતની જાણવા જોગ પોલીસને આપેલ તેમાં ઉચોસણ ગામે ખેત મજુરી કરતા હતા તે દરમિયાન ખેતરમાં શંકાસ્પદ મોત થયેલ જેને લઈ અનેક સવાલો ઉઠી રહા છે જેવા કે દવાથી કે દારૂથી મોત થયેલ છે તેવા સવાલો લોક મુખે ચર્ચાઈ રહા છે હકીકત તો પી એમ રીપોર્ટ આયા પછી શું હકીકત છે એ ખબર પડે….