Gujarat News :P.S.I ડી.કે. રાઠોડની બદલી થતાં કપડવંજના લોકોએ ભાવુક થઈ આપી વિદાઈ, Breaking News 1

Spread the love

Gujarat News :કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના P.S.I ડી.કે. રાઠોડની બદલી થતાં કપડવંજના લોકોએ ભાવુક થઈ વિદાય આપી

Gujarat News :ખેડા જિલ્લાના કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના P.S.I ડી.કે. રાઠોડની બદલી થતાં કપડવંજના લોકોએ ભાવુક થઈ વિદાય આપી. મહત્વનું છે કે P.S.I ડી.કે. રાઠોડ કપડવંજ પંથકમાં લોકો સાથે લાગણીના અતુટ તાંતણો બંધાયેલા હતા. જેથી તેમની બદલી થતા ગ્રામજનોએ તેમને હાથમાં તલવાર સાથે ઘોડા પર બેસાડી તેમના પર ફૂલ વરસાવી ભારે હૈયે વિદાય આપી હતી.

Gujarat News

Gujarat News :કપડવંજ વિસ્તારમાં તેમની કામગીરીને કારણે ઘર-ઘરમાં જાણીતી થયા

Gujarat News :P.S.I ડી.કે. રાઠોડ કપડવંજ વિસ્તારમાં તેમની કામગીરીને કારણે ઘર-ઘરમાં જાણીતી થયા હતા. તાજેતરના રાજ્યના માહોલમાં પોલીસની કામગીરીને લઈને ક્યાંક પોલીસની છબી ખરડાઈ છે. પરંતુ આ બધા વચ્ચે તેમની ઉમદા કામગીરી બદલ P.S.I રાઠોડ પ્રત્યે વિસ્તારના લોકો લાગણીના તાંતણે બંધાય હતા. P.S.I ડી.કે. રાઠોડની બદલી એલસીબીમાં કરાઈ છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત નગરપાલિકાના સદ્સ્યો અને મોટી સંખ્યામાં કપડવંજના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં ખેડા જિલ્લાના બિન હથિયારધારી 15 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરાઈ હતી. ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલીના ઓર્ડર કર્યા હતા.

જેમાં નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરજ બજાવતા ડી જે પટેલની બદલી ચકલાસી, વસો પોલીસ મથકના એચ એમ રબારીની એસઓજીમાં, કપડવંજ રૂરલ પોલીસ મથકના ડી કે રાઠોડની બદલી એલસીબીમાં, મહુધાના આઇ ડી વાઘેલાની નડિયાદ ટાઉનમાં, એસઓજીના જે વી વાઢીયાની નડિયાદ રૂરલમાં, એમ ઓ બી શાખાના આર એસ રાજપુતની રીડર શાખામાં રીડર શાખાના એચ એન આજરાની વસો પોલીસ મથકમાં, જિલ્લા ટ્રાફિકના એ એમ ગેલોતની બદલી કપડવંજ રૂરલ પોલીસ મથકમાં ઉપરાંત લીવ રિઝર્વમાં મૂકાયેલા વી ડી પંડ્યાની નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં, એ ડી પાંડવની નડિયાદ ટાઉનમાં, આર કે પરમાર મહિલા પોલીસ મથકમાં, આર જી મીરની ઠાસરા તેમજ એન જે પંચાલની નડિયાદ ટાઉનમાં બદલીના ઓર્ડરની જાહેરાત કરાઈ હતી.

link 1

link 2


Spread the love

Related Posts

Surat Crime News :400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા, Breaking News 1

Spread the love

Spread the loveSurat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે…


Spread the love

Botad News :8 કાર સાથે 1 આરોપીની ધરપકડ, Breaking News 1

Spread the love

Spread the loveBotad News :બોટાદના નાગલપરથી પોલીસે 8 કાર સાથે 1 આરોપીની ધરપકડ કરી છે Botad News :બોટાદમાં કાર ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. બોટાદ LCBએ આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *