Gujarat Education News :ખાડે ગયું ગુજરાતનું શિક્ષણ! સરકારે ખુદ આપ્યા પુરાવા, Breaking News 1

Spread the love

Gujarat Education News :રાજ્યની 1606 શાળાઓ ચાલે છે માત્ર એક શિક્ષકથી… એક જ શિક્ષકથી શાળા ચાલતી હોવાનો સરકારે કર્યો સ્વીકાર…

Gujarat Education News :ગુજરાતમાં શિક્ષણ સાવ ખાડે ગયું તેના પુરાવા ખુદ ગુજરાત સરકારે વિધાનસભામાં આપ્યા છે. આ સાથે જ સરકારે સભામાં સ્વીકાર્યું કે, રાજ્યમાં 13 હજાર શિક્ષકોની ઘટ છે. કોંગ્રેસ દ્વારા પૂછાયેલા સવાલોના સરકારે જવાબ આપ્યા. 1606 શાળાઓ એક શિક્ષકથી ચાલતી હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો છે.

Gujarat Education

કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીના પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર ડીડોરે જણાવ્યું કે, 0606 શાળાઓ નિયમિત શાળાઓ જ છે આ શાળાઓમાં શિક્ષકને વતનનો લાભ આપવા સહિતના મુદ્દાઓને કારણે શિક્ષકોની સંખ્યા ઘટી છે, આ માટે જલ્દી ભરતી કરવામાં આવશે.

Gujarat Education :અમદાવાદમાં પણ 17, ભરૂચમાં 102, બોટાદમાં 29, છોટાઉદેપુરમાં 283, દાહોદમાં 20, ડાંગમાં 10 અને ગાંધીનગરમાં શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. 5.3 ટકા શાળાઓમાં એક જ શિક્ષક હોવાનો સ્વીકાર સરકારે કર્યો છે. કોંગ્રેસના શૈલેષ પરમારે પ્રશ્ન કર્યો હતો કે, એક શિક્ષકથી શાળા ચાલતી હોય તેવી શાળાઓ 2022 માં 700 હતી તેની સામે આજે એક શિક્ષકથી શાળાઓની જગ્યા વધી રહી છે. આજે આ આંકડો 1606 પર પહોંચી ગયો છે. 

Gujarat Education

ગયા વર્ષે પણ આ જ સવાલનો જવાબ આપ્યો – કોંગ્રેસ

શિક્ષકોની ભરતી મુદ્દે આજે ગુજરાત કોંગ્રેસ વિધાનસભામાં આક્રમક મૂડમાં જોવા મળી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પોસ્ટર્સ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. સાથે જ ‘ભરતી કરો’ ના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસ ટેટ ટાટ ઉમેદવારોના સમર્થનમાં આવ્યું છે. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે, ગુજરાતના પ્રાથમિક શાળામાં એક શિક્ષકની કેટલી સ્કૂલો ચાલે છે. 1606 શાળાઓ છે જે એકજ શિક્ષકોથી ચાલે છે. 1606 મુખ્ય શાળા છે, જેમાં 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે.

આઈએએસ અધિકારીઓએ રીપોર્ટ કર્યો હતો કે વિદ્યાર્થીઓ વાંચી શક્તા નથી. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર કથળ્યું છે. છોટાઉદેપુર જિલ્લો અને દ્વારકામાં સૌથી વધારે એક-એક શિક્ષકથી કામ ચાલી રહ્યું છે. સરકાર બને એટલી જલ્દી ભરતી કરીશુ તેવો ઉડાઉ જવાબ આપ્યો છે. ગયા વર્ષે પણ આ જ સવાલનો જવાબ આપ્યો હતો. ગ્રામિણ ક્ષેત્રે સરકાર ગીતા ભણાવાની વાત કરે છે. ગીતા વાંચી શકે એ લાયક વિદ્યાર્થીઓ બનાવો શિક્ષકોની ભરતી તો કરો.

પ્રાથમિક શાળામાં આચાર્ય કરવા તૈયાર નથી. આચાર્ય બન્યા તે રોગોના શિકાર બન્યા છે. ઘણાં લોકો વયમર્યાદા નિવૃત્તિ લીધી છે. ઓડિટ કરવા માટે પણ આચાર્યને જવાબદારી આપી છે. ભણાવા સિવાયની તમામ કામગીરી શિક્ષકો પાસેથી અત્યારે કરાવાઈ રહી છે. 

સરકાર ખાનગી શિક્ષણ પર ધ્યાન આપી રહી છે – કોંગ્રેસ

કોંગ્રેસના ધારાસભ્યો વિમલ ચુડાસમાએ કહ્યું કે, પ્રશ્નોત્તરી કાળમાં મેં સવાલ કર્યો હતો કે 13 હજાર શિક્ષકની ઘટ છે. ટેટની પરીક્ષા બાદ પણ ભરતી બાકી છે, જેના જવાબમાં સરકારે કોઈ જવાબ આપ્યો નથી. ગરીબ બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે અને ખાનગી શિક્ષણ તરફ સરકાર વધુ ધ્યાન આપી રહી છે. 

શિક્ષકો તો નથી, પણ ઓરડાની પણ ઘટ

Gujarat Education :ગુજરાતમાં એક બાજુ શિક્ષકોની તો ઘટ છે જ, પણ બીજી બાજું ઓરડાઓની પણ ઘટ છે. વિદ્યાર્થીઓને ભણવા માટે પૂરતા ક્લાસ, સુવિધાનો અભાવ છે. અમદાવાદ શહેર અને જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 754 ઓરડાઓની ઘટ છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો કે, અમદાવાદ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં 21 ઓરડાઓની ઘટ છે. અમદાવાદ શહેરમાં ૪૪૯ સરકારી પ્રાથમિક શાળાઓ તો જિલ્લામાં ૬૮૬ સરકારી પ્રાથમિક શાળાઓ હયાત છે. 

સરકારે વિધાનસભામાં જણાવ્યું કે, ફી રેગ્યુલેટરી કમિટીને છેલ્લા બે વર્ષમાં ઉંચી ફી વસુલાતની 5 ફરિયાદ મળી છે. વર્ષ ૨૦૨૨ માં ૩ તો વર્ષ ૨૦૨૩ માં ઉંચી ફી વસુલાતની 2 ફરિયાદ ફિી રેગ્યુલેટરી કમિટીને મળી છે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના પ્રશ્ન પર સરકારે આ જવાબ આપ્યો. 

ધારાસભ્ય કેયુર રોકડિયાના સવાલમાં સરકારે જવાબ આપ્યો કે, પ્રાથમિક શાળાઓની સ્વચ્છતા માટે રાજ્ય સરકાર ગ્રાન્ટની વિગતો આપતા જણાવ્યું કે, પ્રાથમિક શાળામાં 0 થી 100 વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે રૂપિયા એક હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે. ૧૦૧ થી ૩૦૦ વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૮૦૦ રૂપિયા સહાય અપાયે છે.

૩૦૧ થી ૫૦૦ વિદ્યાર્થીઓની સંખ્યામાં રૂપિયા ૪ હજાર સહાય અપાય છે. ૫૦૦ કે તેથી વિદ્યાર્થીઓ હોય તો રૂપિયા ૫ હજાર સહાય સ્વચ્છતા પેટે ચૂકવાશે. વર્ષ ૨૦૨૩-૨૪ માં સ્વચ્છતા માટે ૫૭ લાખ ૭ લાખ ૩૧ હજાર ગ્રાન્ટ ફાળવાઈ છે.  

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *