Gujarat News :અમદાવાદ-ધોળકા હાઈવે પર ગંભીર અકસ્માતમાં શ્રમિકોનાં મોત નિપજ્યા હતા
Gujarat News :અમદાવાદ-ધોળકા હાઈવે પર ગંભીર અકસ્માતમાં શ્રમિકોનાં મોત નિપજ્યા હતા. કાર-ડમ્પર પાછળ અથડાતા 5 શ્રમિકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. કાર રાણપુર તરફ જઈ રહી હતી. તે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

રાણપુર મજૂરી કામ માટે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો
આ અકસ્માત ધોળકા પુલેન સર્કલ પાસે થયો હતો. અકસ્માતમાં ઘાયલ 2 લોકોને સારવાર માટે ખસેડાયા હતા. મળતી માહિતી મુજબ આ તમામ શ્રમિકો દાહોદનાં રહેવાસી છે. તેમજ મજૂરી કામ માટે રાણપુર જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત સર્જાતાની સાથે જ હાઈવે પર ટ્રાફીક જામ થઈ જવા પામ્યો હતો.
ત્યારે આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કર્યો હતો. તેમજ મૃતકોને તેમજ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.