Gujarat News :અમદાવાદનો સાબરમતી રીવરફ્રન્ટ વાસણાથી ગાંઘીનગરના સંત સરોવર સુઘી કરવાનુ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યુ
Gujarat News :અમદાવાદનો સાબરમતી રીવરફ્રન્ટ વાસણાથી ગાંઘીનગરના સંત સરોવર સુઘી કરવાનુ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યુ. હાલના પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો ડફનાળાથી ઇન્દીરાબ્રિજ સુઘીના બન્ને બાજુ રીવરફ્રન્ટ બનાવવાની કામગીરી હાથમાં શરૂ કરવામાં આવી છે.

જ્યારે ફેઝ-2 પુર્ણ થયા બાદ ફેઝ-3ની કામગીરી હાથમાં લેવામાં આવશે જેમાં ઇન્દિરા બ્રિજથી રીંગ રોડ સુઘી જ્યાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની હદ લાગે છે ત્યાં સુધી અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટ તૈયાર કરવામાં આવશે. અને ત્યારબાદ ફેઝ-4 અને ફેઝ-5માં ગીફ્ટ સીટી સુઘી અને ત્યારબાદ ગાંઘીનગર સંત સરોવર સુઘી રીવરફ્રન્ટ બનાવવામાં આવશે, આમ વિશ્વમાં બે શહેરોને જોડતો પ્રથમ અને લાંબો રીવરફ્રન્ટ અમદાવાદ-ગાંઘીનગરમાં જોવા મળશે.
Gujarat News :AMC દ્વારા 1000 કરોડની ફાળવણી કરવામાં આવી
અમદાવાદ શહેરની ઓળખ બનેલા સાબરમતી રિવરફ્રન્ટ હવે ગાંઘીનગરની પણ ટુંક સમયમાં ઓળખ બનવા જઇ રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગાંઘીનગરના ગીફ્ટ સીટીમાં વૈશ્વિક કંપનીઓને આમંત્રણ આપી રહી છે, અનેક વૈશ્વિક કંપનીઓ પોતાની ઓફિસ પણ તૈયાર કરી છે ત્યારે અમદાવદ એરપોર્ટથી ગાંઘીનગર જવા VVIP ને જનરલ રોડ પરથી પસાર ન થવુ પડે અને થોડી ગણતરીની મિનિટોમાં ગીફ્ટ સીટી સુઘી પહોંચી શકાયતે માટે વિશેષ વ્યવ્સ્થા સાથેનો રોડ પણ તૈયાર કરવામાં આવશે.
જેમાં અમદાવાદ રીવરફ્રન્ટની જેમ ટ્રાફિક સિગ્નલ, પોલીસ ચોકી સહિતની વ્યવસ્થા પણ રાખવામાં આવશે, ઉપરાંત આમ હવે કોઇ પણ VVIP ગણતરીની મિનીટો માંજ અમદાવાદ એરપોર્ટ થી ગિફ્ટ સીટી સુઘી પહોચી શકે તે માટે સદર બજારથી ટોરેન્ટ બ્રિજ સુઘી વિશેષ બ્રિજ પણ તૈયાર કરવામાં આવશે. આ માટે AMC દ્વારા 1000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
સાબરમતી રિવરફ્રન્ટને સંત સરોવર સુધી પહોંચાડવામાં આવશે
આમ અમદાવાદના રીવરફ્રન્ટ ના ફેઝ 3 અને 4 માં પશ્ચિમ ખાતે બાયોડાયર્વસીટી પાર્ક તથા યોગા સેન્ટર પણ તૈયાર કરવામાં આવશ, ઉપરાંત નદીના પુર્વ અને પશ્ચિમ કિનારે લોઅર પ્રોમીનાડમાં એટલે કે રીવરફ્રન્ટના નીચલા ભાગમાં ગ્રીન વોલ પણ તૈયાર કરવામાં આવશે. ઉપરાંત ફુટ કોર્ટ, ગાર્ડન અને સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થાઓ રાખવામાં આવશે. આમ નર્મદા કેનાલ સુધી AMC હદ લાગે છે ત્યાં સુધી AMC દ્વારા રિવરફ્રન્ટની કામગીરી કરવામાં આવશે ત્યારબાદ ગિફ્ટ સિટી અને રાજ્ય સરકાર દ્વારા આગામી તબક્કાનું કામ કરીને સાબરમતી રિવરફ્રન્ટને સંત સરોવર સુધી પહોંચાડવામાં આવશે.