Gujarat Paper Leak :ભાવનગર (Bhavnagar) માં આજે યોજાનારી NCC સર્ટિફિકેટની પરીક્ષાનું પેપર લીક થયા હોવાનું સામે આવ્યું છે
Gujarat Paper Leak :ગુજરાતમાં જો પારદર્શિતા સાથે ભરતી થાય તો કદાચ ઈતિહાસ રચાઈ જાય. કારણ કે, રાજ્યમાં છાશવારે પેપર લીક થયાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આજે વધુ એક વખત પેપરલીક કાંડની ઘટના સામે આવી છે. ભાવનગર (Bhavnagar) માં આજે યોજાનારી NCC સર્ટિફિકેટની પરીક્ષાનું પેપર લીક થયા હોવાનું સામે આવ્યું છે.

પરીક્ષાના એક કલાક અગાઉ પેપર લીક
ભાવનગરમાં આજે યોજાનારી NCC સર્ટિફિકેટની પરીક્ષાનું પેપર પરીક્ષાના એક કલાક અગાઉ જ લીક થઈ જતાં પરીક્ષાને કેન્સલ કરવાનો વારો આવ્યો છે. જેના કારણે પરીક્ષાર્થીઓ લાલઘુમ થઈ ગયા છે.
448 જેટલા પરીક્ષાર્થીઓ આપવાના હતા પેપર
NCC સર્ટિફિકેટની પરીક્ષા આજે યોજાવાની હતી. ભાવનગર અને અમરેલીના 448 જેટલા પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા. જોકે, પેપરના એક કલાક અગાઉ જ NCC સર્ટિફેકેટ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હતું. જેની જાણ થતાંની સાથે તંત્ર દ્વારા પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, હાલ આ બાબતે એનસીસી તરફથી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી.