Gujarat News :ગુજરાતમાં પણ હવે 1 લાખથી વધુ આંગણવાડીની બહેનો વિલંબિત માગણીઓને લઈને 2 દિવસની હડતાળ પર ઉતરી છે
Gujarat News :દેશમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે દેશમાં આંદોલન અને દેખાવોની સિઝન ચાલું થઈ ગઈ છે. હવે અલગ-અલગ સંગઠનો પોતાની પડતર માંગોને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી નજીક આવેલ શંભુ બોર્ડર પર ખેડૂતો પોતાની વિવિધ માંગોને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો ગુજરાતમાં પણ હવે 1 લાખથી વધુ આંગણવાડીની બહેનો વિલંબિત માગણીઓને લઈને 2 દિવસની હડતાળ પર ઉતરી છે. આજે આંગણવાડીની બહેનો દ્વારા ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Gujarat News :રાજકોટમાં બહેનોએ લીધા છાજિયાં
રાજકોટમાં જ્યુબેલી ગ્રાડન ખાતે મોટી સંખ્યામાં બહેનો એકઠી થઈ હતી અને સરકાર વિરોધી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. સાથે આંગણવાડી સદંતર બંધ કરવાની સાથે લોકસભાની ચૂટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
Gujarat News :મહેસાણામાં બહેનોએ કાઢ્યો સરકાર સામે બળાપો
મહેસાણા જિલ્લાની આંગણવાડી બહેનોએ પણ સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. શહેરના બિલાડી બાગમાં મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો એકત્ર થઈ હતી અને સરકાર સામે બળાપો કાઢ્યો હતો. આ દરમિયાન બહેનોએ લંબીત માગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન છેડવાનો નિર્ણય લીધો હતો.
અમરેલીમાં પાઠવવામાં આવ્યું આવેદનપત્ર
અમરેલીની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં પણ આંગણવાડીની બહેનો હડતાળ પર ઉતરી છે. મરેલી, લીલિયા, સાવરકુંડલા સહિતના તાલુકા મથકો પર આંગણવાડી વર્કરોએ હડતાળ શરૂ કરી છે. વેતન વધારો સહિતની અલગ અલગ માંગણીઓ સંદર્ભે આંગણવાડીની બહેનો બે દિવસની હડતાળ ઉપર ઉતરી છે. આજે અમરેલી જિલ્લામાં આંગણવાડીની બહેનો દ્વારા તાલુકા મથકો અને જિલ્લા મથકો પર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
દ્વારકામાં પણ અપાશે આવેદનપત્ર
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ દ્વારકા આવી રહ્યા છે તે પહેલાં આજે દ્વારકા ની આંગણવાડીની મહિલાઓ દ્વારા વિવિધ પ્રશ્નો અંગે દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવશે.
શું છે આંગણવાડીની બહેનોની માંગ?
1. માનદવેતનમાં વધારો
2. વર્કર અને મહિલા કાર્યકરોને વર્ગ-4 માં મૂકવા
3. કામનો સમય અને કામનો પ્રકાર નક્કી કરવો
4. જે વર્કર કાર્યકરની પરિસ્થિતિ ખરાબ હોય તો તેને ગેસ અને ઈલેક્ટ્રીક બિલમાં છૂટછાટ આપવી
5. પ્રમોશન આપતા સમયે ઉંમર મર્યાદાનું નિયમ રદ કરવો
6. બહેનો માટે આરોગ્ય વીમો અને પેન્શન યોજના લાગુ કરવી