Gujarat News :ભાવનગર શહેર ઘોઘા રોડ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન આડોડીયાવાસમા રેડ કરી ઈંગ્લીશ દારૂના 30 નંગ બોટલ કબ્જે કરી હતી
Gujarat News :ભાવનગર શહેર ઘોઘા રોડ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન આડોડીયાવાસમા રેડ કરી ઈંગ્લીશ દારૂના 30 નંગ બોટલ કબ્જે કરી હતી જયારે મહિલા બુટલેગર ફરાર થઈ ગઈ હતી.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના જવાનો અલગ અલગ વિસ્તારોમાં દારૂ-જુગાર સહિતની અસામાજિક બદ્દીઓ કડક હાથે ડામી દેવા પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, આડોડીયાવાસમા રહેતી કુખ્યાત મહિલા બુટલેગર પૂજા પ્રદિપ રાઠોડે પોતાના ઘરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતાર્યો છે અને વેચાણ કરે છે, જે હકીકત આધારે ટીમે મહિલા બુટલેગરના ઘરે રેડ કરતાં રૂમમાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની બોટલ નંગ-30 કિંમત રૂ.3,000 મળી આવ્યા હતા.
જયારે રેડ દરમ્યાન પૂજા ફરાર થઈ ગઈ હતી આથી પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી બુટલેગર મહિલા વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
link 2