Gujarat News :ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જતી 15 વિધાર્થીનીઓને અકસ્માત નડ્યો હતો, ડમ્પરે પીકઅપ વાનને અડફેટે લેતા આ ઘટના સર્જાય હતી
Gujarat News :ધોરણ 10-12 બોર્ડની (Board Exam) પરીક્ષા શરૂ થઈ ચૂકી છે. તો એવામાં તાપીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જતી 15 વિધાર્થીનીઓને અકસ્માત નડ્યો હતો. ડમ્પરે પીકઅપ વાનને અડફેટે લેતા આ ઘટના સર્જાય હતી. જોકે મળતી જાણકારી અનુસાર કોઈ મોટી જાનહાનીના અહેવાલો મળી રહ્યા નથી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત વિધાર્થીનીઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ડમ્પર ચાલકની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.

ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર આપવા જતાં હતા ત્યારે માંડલ ગામથી વ્યારા સેન્ટર ઉપર પરીક્ષા સુધી વિધાર્થીનીઓ પીકઅપ વાનમાં જતી હતી. આ સમયે ઉકાઈ તરફથી એક ડમ્પર ચાલક વધુ સ્પિડમાં વ્યારા તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન પીકઅપ વાન ચાલકને તેણે અડફેટે લેતા તેમાં પરીક્ષા આપવા જઈ રહેલી 15 વિધાર્થીનીઓનો અકસ્માત થયો હતો. ઘટનાની જાણ થતા એમ્બયુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પહોચી હતી,તો ઈજાગ્રસ્ત વિધાર્થીનીઓ સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ છે.
હાઇવે પર ઘણી વખત આપણને ડમ્પર ચાલકો બેફામ રીતે ચલાવતા જોવા મળે છે અને આજ કારણ છે કે ક્યાંકને ક્યાંક રોડ અકસ્માતના કિસ્સાઓ વધતાં જાય છે. બેફામ ડમ્પરોના કારણે લોકોનો જીવ મુશ્કેલીમાં મુકાતા હોય છે,હાલ તો પોલીસે ડમ્પર ચાલકને ઝડપી પોલીસ સ્ટેશન લઈ પૂછપરછ હાથધરી છે,તો ડમ્પર ચાલક સામે ગફલત ભર્યુ વાહન હંકારવાને લઈ ગુનો પણ નોંધાઈ શકે છે.