GUJARAT NEWS :રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં ઝાલોદમાંથી પ્રવેશ કરી હતી
GUJARAT NEWS :રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં ઝાલોદમાંથી પ્રવેશ કરી હતી ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભારત જોડો ન્યાય યાત્રા જોડાયા હતા. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ૪૦૦૦ કિ.મીના પ્રવાસ પછી આજે રાજસ્થાન માથી ગુજરાતમા પ્રવેશ કરી હતી લોકસભાની ચુંટણી પહેલા જ રાહુલ ગાધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમા દાહોદ જીલ્લાના ઝાલોદમા પ્રવેશ કરતા જ મોટી સંખ્યામા યુવાનો અને લોક મેહરામણ યાત્રાને નિહાળવા ઉમટી પડયુ હતુ.
GUJARAT NEWS :મોટી સંખ્યામા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આગેવાનો તેમજ આમ આદમીનુ ગઠબંધન થતા આપના પ્રદેશ નેતાઓ પણ યાત્રામા જોડાયા હતા યાત્રા દાહોદ જીલ્લાની ઝાલોદ ખાતે ઠુંઠી કંકાસિયા ખાતે પ્રવેશ કરતા જ લોકોમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ યાત્રાને આદિવાસી સંસ્કૃતિ અને વેશભુષામા ભવ્ય સ્વાગત કરાયુ હતુ.
ત્યાર બાદ રાહુલ ગાંધી દ્વારા મંચ પર જતા જ અદાણી વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા સાથે જ ગુજરાત કોગ્રેસના નેતા
અમિત ચાવડાએ કાળા અંગ્રેજો તરીકે સરકારને સંબોધિત કરીને આદિવાસીઓ,મહિલાઓ યુવાનો તેમજ અન્યાય તેમજ અત્યાચાર વિરુદ્ધ આ ન્યાય યાત્રા નિકળી છે તેવુ કહ્યુ હતું.
તેઓએ પોતાના ભાષણમા અદાણી વિશે વાત કરી હતી એરપોર્ટ જેવી સરકારી આવક ધરાવતી મોટી સંપત્તિ પર અદાણી રાજ કરે છે તેમજ આવનાર સમયમા અદાણી સૈન્ય હથિયારો તેમજ જરુરી સામગ્રી પણ પોતાના કબ્જામા લઈ લેશે અને હાલ મિડીયાથી લઈ કંપનીઓ તેમજ ઉચ્ચ હોદાઓ સુધી ઔધોગપતિઓનુ શાસન છે. જ્યારે પછાત વર્ગ, આદિવાસીઓ તેમજ દલિતોની કોઈ હિસ્સેદારી નથી તેમજ રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટનમા પણ રાષ્ટ્રપતિશ્રીને આમંત્રણ આપ્યુ હતું ? કારણ કે તે આદિવાસી હતા.
ત્યાર બાદ રાહુલ ગાંધીની ન્યાય યાત્રામા ઝાલોદ નગરમા વિવિધ સર્કલો પરથી પ્રસાર થઈ હતી યાત્રામા રાહુલ ગાંધી સહિત ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ,વિધાનસભા કોગ્રેસ પક્ષ નેતા અમિત ચાવડા,ભરતસિંહ સોલંકી, અસલમ સાયકલ વાલા સહિતના નેતાઓ કોગ્રેસની ન્યાય યાત્રામા જોડાયા હતા ત્યારે આમ આદમી પાર્ટી પ્રદેશ નેતાઓમા ઈશુદાન ગઠવી,ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓ તેમજ કોગ્રેસના આપના પ્રદેશ તેમજ જીલ્લા કક્ષા નેતાઓ રાહુલની ન્યાય યાત્રામા જોડાયા હતા.
ત્યાર બાદ રાહુલની પદયાત્રા ઝાલોદ નગરમા ઠુઠી કંકાસિયા,ગામડી ચોકડી બસ સ્ટેશન ઝાલા વસૈયા સર્કલ પરથી સીધી કંબોઈધામ ખાતે રાત્રિ રોકાણ કરવા નિકળી પડી હતી અને બીજા દિવસે દાહોદ જીલ્લાની ધરા પર પ્રવેશ કરશે ત્યા પણ રાહુલની યાત્રાને આદિવાસી પરંપરાગત ભવ્ય સ્વાગત કરવામા આવશે ત્યાર બાદ ગુજરાતના અન્ય જીલ્લાઓમા ન્યાય ગુજરાતમા ફરશે.