Gujarat Weather :આ તારીખથી ગુજરાતના વાતાવરણમાં ફરી કંઈક મોટુ થશે, Breaking News 1

Spread the love

Gujarat Weather :ગુજરાતમાં વાવાઝોડા પવન સાથે અચાનક ત્રાટકી પડેલા વરસાદે ચારેતરફ ઠંડક પ્રસરાવી છે

Gujarat Weather :ગુજરાતમાં વાવાઝોડા પવન સાથે અચાનક ત્રાટકી પડેલા વરસાદે ચારેતરફ ઠંડક પ્રસરાવી છે. ગુજરાતના લગભગ 80 થી વધુ તાલુકાઓમાં છેલ્લાં બે દિવસમાં વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદ બાદ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે હવે શું થશે તેના પર સૌની નજર છે. જોકે, માર્ચમાં વરસાદનો એક રાઉન્ડ તો જતો રહ્યો છે, પરંતુ બીજો રાઉન્ડ આવવાનો બાકી છે. તેથી તૈયાર રહેજો.

Gujarat

Gujarat Weather :કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ આવશે

જલ્દી જ ગુજરાતમાં કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ આવવાનો છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે. એટલું જ નહિ, માર્ચના ત્રીજા રાઉન્ડમાં 14 થી 20 માર્ચે પણ વાદળવાયુ અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે. 

માવઠા બાદ આજે ઠંડીનો ચમકારો

રાજ્યમાં પડેલા માવઠા બાદ આજે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. આજે રાજ્યમાં ભારે પવન સાથે ઠંડી અનુભવાશે. જોકે, આજથી લઘુત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થશે. આગામી 24 કલાક સુધી ઠંડીનો ચમકારો ઓછો થશે. આ વચ્ચે રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે, હવે કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. વરસાદી સિસ્ટમની અસર ઘટતા વરસાદ નહીં પડે. પરંતું 5 માર્ચથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ થશે. 

શિવરાત્રિ નજીક ઠંડા પવન ફૂંકાશે

આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં શિવરાત્રિ નજીક પણ ઠંડા પવન ફૂંકાશે. 7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે. આ સમયે ઠંડા પવનો ફંકાવાની સાથે વધારા સાથે અંધારિયું વાતાવરણ ઉભું થવાની શક્યતા છે. એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14 થી 20 માર્ચે પણ વાદળવાયુ અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે. 21 માર્ચ બાદ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી વધશે. વરુણ મંડળના નક્ષત્રમાં આ યોગ બનવાથી અસર ઘણા દિવસો સુધી રહેશે.

અંબાલાલ પટેલનું કહેવુ છે કે, ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે,1 માર્ચથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે. 

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *