Gujarat News :ગુજરાત પોલીસની જાહેર જનતાને અપીલ ફ્રોડ કોલથી સાવધાન…!
Gujarat News :ગુજરાત પોલીસ દ્વારા જાહેર જનતાને સતર્ક કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો તમારા ફોન ઉપર ફ્રોડ કોલ આવે છે તો તમારે સાવધાન રેહવું જોઈએ. કારણ કે આજ કાલ ફ્રોડ કોલના કારણે ઘણા જ લોકો આનો ભોગ બન્યા છે.

જો તમને કે તમારા કુટુંબના કોઈ પણ વ્યક્તિને ગેરરીતિ તરફ દોરતો કોલ આવે જેમાં તમારી પાસે તમારા કોઈ પણ જાણીતા સંબંધી કે વ્યક્તિને કોઈ ગુનામાં પકડેલ છે જણાવીને તેમને છોડવવા માટે પૈસાની માંગણી કરવામાં આવે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન પર જાણ કરો અને છેતરપિંડીથી બચો.