Gujarat News :પંચમહાલનો આ કિસ્સો સાંભળી તમને ધ્રુજારી ઉપડ્શે..! યુવતીને ભગાડી જનાર યુવકની માતાને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવી, Breaking News 1

Spread the love

Gujarat News :આ કિસ્સો સાંભળી ગુજરાતનાં તમામ લોકો શરમ સાથે પોતાનું માથું નીચે જુકાવી દેશે

Gujarat News :માનવજાત ઉપર શરમ આવે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો સાંભળી ગુજરાતનાં તમામ લોકો શરમ સાથે પોતાનું માથું નીચે જુકાવી દેશે. આ કિસ્સો છે પંચમહાલના મોરવા હડફ વિસ્તારનો.. પંચમહાલના મોરવા હડફ પંથકથી શર્મશાર કરે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલાને દોરડે બાંધી નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવવામાં આવી છે. મહિલાનો પુત્ર ગામની જ એક અન્ય જ્ઞાતિની યુવતીને ભગાડી ગયો હોવાની અદાવત રાખી યુવતીના પરિવારે યુવકની માતાને તાલિબાની સજા આપી હોવાનું સામે આવ્યું છે. અને આ સજામાં યુવકની માતાને માર મારવામાં આવ્યો હતો. અને તેમને નિવસ્ત્ર કરી ગામમાં ફેરવામાં આવ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આ કામ કરવામાં મોત ભાગની સ્ત્રીઓ પોતે જ સામેલ હતી.

Gujarat

Gujarat News :પંચમહાલ જિલ્લાના આદિવાસી પંથક એવા મોરવા હડફ તાલુકાના અંતરિયાળ ગામમાં થોડા દિવસ પહેલા એક યુવક ગામની જ એક યુવતીને લઇ ભાગી જવાની ઘટના બની હતી. યુવક યુવતીના ભાગી જવાની ઘટનાના જે પ્રત્યાઘાતો સામે આવ્યા છે તેને માનવજાતને હચમચાવી મૂકી છે. યુવતીના પરિવારજનોએ યુવકના ઘરે જઈ મારામારી કરી. પરંતુ ત્યારબાદ જે થયું તેને સમગ્ર માનવજાતને શર્મશાર કરી છે. સમગ્ર ગુજરાત આ કિસ્સો સાંભળી હચમચી ઉઠશે.

યુવતીના પરિવારજનોએ પોતાની દીકરીને ભગાડી જનાર યુવકની માતાને માર મારી તેને દોરડે બાંધી ત્યારબાદ નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવી હતી. ઘટનાને અંજામ આપનાર આરોપીઓમાં પણ મોટાભાગની મહિલાઓ જ હતી. જેમને યુવકની માતાને નિર્વસ્ત્ર કરી આ આખી ઘટનાને અંજામ આપ્યો હતો. પંચમહાલનો આ કિસ્સો સમગ્ર માનવજાતિનું માથું જુકાવી દે તેવો કિસ્સો છે.

જો કે ઘટનાની ગંભીરતા જોતા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી અને તાત્કાલિક સમગ્ર મામલે ફરિયાદ નોંધી મોરવા હડફ પોલીસે પાંચ મહિલાઓ અને એક પુરુષ મળી છ આરોપીઓ સામે ગુનો નોંધી કરી કાર્યવાહી કરી છે. જેમાંથી હાલ 4 મહિલા અને એક પુરુષ મળી પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *