Gujarat News :સમી તાલુકાના રાફુ ગામ ખાતે પીવાના પાણીની પારાયણ થતી હોય તેવું જોવા મળી રહ્યું છે
Gujarat News :સમી તાલુકાના રાફુ ગામ ખાતે પીવાના પાણીની પારાયણ થતી હોય તેવું જોવા મળી રહ્યું છે. શંખેશ્વરથી સેવાભાવી સંસ્થા જનમંગલમ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા શંખેશ્વર દ્વારા પાણી પહોંચાડ્યું હતું. ઉનાળાની શરૂઆત થતાની પહેલા જ સમી તાલુકાના રાફુ ગામ ખાતે છેલ્લા એક મહિનાથી પીવાની પાણીની પારાયણ સર્જાય છે. પીવાના પાણીની મહામુસીબતને ધ્યાને લઈ સેવાભાવી સંસ્થા હાલ લોકોની વાહરે આવી છે.
પીવાના પાણીની સમસ્યાને લઇને સંસ્થા દ્વારા વ્યવસ્થા કરાઈ છે. શ્રી આદિ જીવન પૂર્વક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલમ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ શંખેશ્વર દ્વારા રાફુ ગામની જનતા માટે પાણી ટેન્કરો મારફત પાણી મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
છેલ્લા એક મહિનાથી પીવાની પાણીની સમસ્યા છે જે બાબતને લઇને સેવાભાવી સંસ્થાના જીજ્ઞાબેન શેઠ અને તેમના કાર્યકર્તાઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી ટેન્કરો મોકલાવવામાં આવ્યા છે. તંત્રની લાપરવાહી લોકોને પીવાનું પાણી નથી ત્યારે લોકોને પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી હાલ સેવાભાવી સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવી છે. પીવાનું પાણી મળતા લોકોની અંદર ખુશી જોવા મળી હતી.અને તંત્ર પાણી આપવામાં નિષ્ફળ જતા સેવાભાવી સંસ્થાઓ વ્હારે આવી છે.