Gujarat Wethar Update :રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે
Gujarat Wethar Update :રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. અત્રે જણાવીએ કે, ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, જેમાં 1 માર્ચથી 3 માર્ચ સુધી કેટલાક વિસ્તારમાં હળવા વરસાદ વરસી શકે છે. જો કે, આ કમોસમી વરસાદની આગાહી પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
આપને જણાવીએ કે, 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર અને દાહોદ સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદ પડી શકે છે. જ્યારે 2 માર્ચે નવસારી, વલસાડ, ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. 3 માર્ચે સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.
ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા
ઉલ્લેખનીય છે કે, લઘુત્તમ તાપમાનમાં થોડું ફેરફાર થશે એટલે કે, આવતીકાલે 1 ડિગ્રી તાપમાન વધી શકે છે. આજે અમદાવાદમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, શિયાળું પાક રાયડો, જીરૂ સહિતના પાક તૈયાર થઈ ગયા છે ત્યારે ફરી કમોસમી મુસીબત ભર્યા માવઠાની આગાહી કરતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.