Gujarat News :અમદાવાદનાં ધોલેરા-વટામણ હાઈવે પર પીંપળી ગામ પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો
Gujarat News :અમદાવાદનાં ધોલેરા-વટામણ હાઈવે પર પીંપળી ગામ પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકમાં રહેલ ત્રણ લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતની જાણ ધોલેરા પોલીસને થતા પોલીસ ઘટનાં સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા
પીંપળી ગામ પાસે બે ટ્રક સામ સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રકનું આગળનાં ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. જે બાદ પોલીસ તેમજ 108 ને જાણ કરી હતી. તેમજ ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
ગત રોજ સર્જાયેલ અકસ્માતમાં 5 શ્રમિકોના મોત નિપજ્યા હતા
અમદાવાદ-ધોળકા હાઈવે પર ગંભીર અકસ્માતમાં શ્રમિકોનાં મોત નિપજ્યા હતા. કાર-ડમ્પર પાછળ અથડાતા 5 શ્રમિકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. કારણ રાણપુર તરફ જઈ રહી હતી. તે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.