GSRTC ડ્રાઈવર ની ભરતીમાં વિવાદમાં પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો
GSRTC ડ્રાઈવરની ભરતી વિવાદમાં પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારો દ્વારા વિરોધ નોંધાવ્યો છે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારોને પાચળથી ફી ન ભરતા પરીક્ષા આપતા રોકાયા હતા. અગાઉ કોલ લેટર ડાઉનલોડ થયા પહેલા 59 રૂપિયા ભરાવ્યા હતા. જ્યારે 250 રૂપિયા પોસ્ટથી મોકલવાની સૂચના હતી.

25 થી 27 જાન્યુઆરી રજા હતી તો કેમ ફી ભરાયઃ ઉમેદવારો
આ બાબતે ઉમેદવારો દ્વારા રૂા. 250 ભરવાને લઈ અગાઉ કોઈ સ્પષ્ટતા ન કરી હોવાની ઉમેદવારોએ રજૂઆત કરવામાં આવી હતી. માત્ર કોલ લેટરમાં આ મામલે સ્પષ્ટતા ન થઈ હોવાની રજૂઆત કરાઈ હતી. 24 તારીખથી કોલ લેડર ડાઉનલોડ થયા છે. તો 25 થી 27 જાન્યુઆરી રજા હતી તો કેમ ફી ભરાય.
ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવી હતી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડકટર અને ડ્રાઈવર માટે સીધી ભરતી (ફીક્સ પગાર)ની જગ્યાઓ અન્વયે પસંદગીયાદી/પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવ્યા છે. જેમાં કંડકટર માટે કુલ 3342 જગ્યા પર ભરતી કરવામાં આવશે જ્યારે ડ્રાઈવર માટે 4062 જગ્યાઓ માટે અરજી પત્રકો મંગાવવામાં આવી છે.
લાયકાત 12 પાસ
જેમાં કંડકટરની પોસ્ટમાં ફીકસ પગાર– પાંચ વર્ષ માટે રૂપિયા 18500/- આપવામાં આવશે તેમજ ડ્રાઈવરની પોસ્ટ માટે પણ રૂપિયા 18500 આપવામાં આવશે તેમ પરિપત્રમાં જણાવ્યું છે. જે બંન્ને પોસ્ટમાં લાયકાત 12 પાસ છે.