Government Jobs :સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટી ખબર, Breaking News 1

Spread the love

Government Jobs :ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે.

Government Jobs :ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષમાં કુલ 21 હજારથી પણ વધુ જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે. આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપી હતી.

Government

Government Jobs :10 વર્ષમાં સરકારે 1.67 લાખ ઉમેદવારોને નોકરી આપી

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વર્ષ 2014 થી 2023 દરમિયાન 10 વર્ષમાં સીધી ભરતીથી વિવિધ વિભાગોમાં કુલ 1,56,417 જગ્યાઓ પર ઉમેદવારોને ભરતી કરવાનું આયોજન હતું. જેની સામે ફેબ્રુઆરી 2023 સુધીમાં 1,67,255 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2024 થી 2033 સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રકિયા હાલ ચાલુ છે જેમાં આગામી સમયમાં 1.30 લાખથી વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત GADને મળી છે. 

2022-23ના વર્ષમાં જ 35 હજાર ભરતી કરી

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલી ભરતી વિશે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022 અને 2023માં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની  કુલ 35,038  જગ્યાઓ પર ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવી છે. જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યાઓ માટે 3780 ઉમેદવારો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા વર્ગ-3ની જગ્યાઓ માટે 6,408, પોલીસ ભરતી બોર્ડ ધ્વારા વર્ગ-3ની જગ્યાઓ માટે 12,145, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 12,705 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. 

2024માં આ પદો પર થશે ભરતી

મંત્રીએ ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષ 2024માં કુલ 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 7,459 જગ્યાઓ, પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,000 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 1625 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

કેન્દ્ર સરકારના ઓક્ટોબર-2023માં પ્રસિધ્ધ થયેલ આંકડા પ્રમાણે દેશમાં હાલ બેરોજગારીનો દર 3.2 ટકા છે. જેની સામે ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર 1.7 ટકા છે. ડિસેમ્બર-2023ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં 3,10,590, બે વર્ષમાં 5,85,390 અને છેલ્લા પાંચ વર્ષમાં કુલ 14,43,790 લોકોને રોજગારી આપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.  

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *