Good News :મુસાફરોને વધુ સુવિધા મળે માટે કેટલીક એર કંપની દ્વારા અમદાવાદથી નવી ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે
Good News :હવાઈ મુસાફરીની ડીમાંડ વધી રહી છે. ત્યારે આ ડિમાન્ડને પહોંચી વળવા અને મુસાફરોને વધુ સુવિધા મળે માટે કેટલીક એર કંપની દ્વારા અમદાવાદથી નવી ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં અમદાવાદથી મુદ્રા એર ટેક્સી શરૂ કરાઇ હતી તે જ રીતે અમદાવાદથી રાજકોટ હીરાસર માટે સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે. તેમજ અમદાવાદથી ઔરંગાબાદ સુધીની સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે. આ બને ફ્લાઇટ સેવા 31 માર્ચ થી શરૂ થશે. જેનાથી મુસાફરોને સીધો ફાયદો થશે.

થોડા સમય પહેલા અમદાવાદથી મુન્દ્રા ફ્લાઈટ શરૂ કરવામાં આવી
થોડા સમય પહેલા અમદાવાદથી મુન્દ્રાની રોજની બે ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી. તેમજ દિવાળી વેકેશન દરમ્યાન અમદાવાદથી દીવની ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી. બુધવાર સિવાય દરરોજન બપોરનાં 12:55 કલાકે અમદાવાદ એરપોર્ટથી 2:10 કલાકે દીવ પહોંચાડતી હતી. જ્યારે પરત દીવ એરપોર્ટથી સાંજ 5 કલાકે ઉડાન ભરી 6.15 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચે છે. ત્યારે હવે અમદાવાદનાં સરદાર પટેલ એરપોર્ટનાં ડોમેસ્ટિક ટર્મિનલથી રાજકોટ હિરાસર એરપોર્ટ સુધીની ફ્લાઈટ શરૂ કરવામાં આવનાર છે.
ફ્લાઈટ અઠવાડિયામાં છ દિવસ જ ઉડાન ભરશે
અમદાવાદ એરપોર્ટથી રાજકોટનાં હિરાસર એરપોર્ટ સુધી 31 માર્ચ 2024 થી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવનાર છે. આ ફ્લાઈટ અઠવાડિયામાં છ દિવસ જ ઉડાન ભરશે. બુધવારનાં રોજ આ ફ્લાઈટ ઉડાન ભરશે નહી. સપ્તાહનાં છ દિવસ દરમ્યા બપોરના 2: 35 કલાકે રાજકોટ હિરાસર એરપોર્ટ પહોંચશે. તો બીજી તરફ રાજકોટથી અમદાવાદ આવવા માટે રાજકોટ એરપોર્ટથી ઈન્ડિગો એરલાઈન્સની ATR ફ્લાઈટ બપોરે 3.50 કલાકે ઉડાન ભરી 4:50 અમદાવાદ એરપોર્ટ પહોંચશે.