Gandhinagar News :પ્રસંગમાં યુવાન અને યુવતીના ભાઈ એકઠા થઈ જતા મામલો ઉગ્ર બન્યો હતો અને ત્યારબાદ સાંજે બંને પક્ષો વચ્ચે તકરાર થતા યુવાનની હત્યાનો પ્રયાસ થયો હતો
Gandhinagar News :ગાંધીનગર શહેર નજીક આવેલા ટીટોડા ગામમાં યુવતી સાથે સંબંધના મામલે અગાઉ તકરાર થઈ હતી અને પ્રસંગમાં યુવાન અને યુવતીના ભાઈ એકઠા થઈ જતા મામલો ઉગ્ર બન્યો હતો અને ત્યારબાદ સાંજે બંને પક્ષો વચ્ચે તકરાર થતા યુવાનની હત્યાનો પ્રયાસ થયો હતો. જોકે બંને પક્ષે સામ સામે ફરિયાદ કરીને પેથાપુર પોલીસ અગિયાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યોે હતો.
આ ઘટના અંગે પેથાપુર પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીક આવેલા ટીટોડા ગામમાં રહેતા યુવાને ફરિયાદ આપી હતી કે, તેને ગામમાં રહેતી યુવતી સાથે અગાઉ સંબધો હતા અને તે મુદ્દે તેના ભાઈઓ સાથે અગાઉ તકરાર થઈ હતી. જો કે ગઈકાલે કોઈ પ્રસંગમાં આ યુવાન અને યુવતીઓના ભાઈ એકઠા થયા હતા તે સમયે ફરી બોલાચાલી થઈ હતી. દરમિયાનમાં યુવાન યુવતીના ભાઈઓને સમજાવવા માટે ગયો હતો તે દરમિયાન ઉસ્કેરાયેલા યુવતીના ભાઈ દ્વારા છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જેના પગલે યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તેની ફરિયાદના આધારે પાંચ વ્યક્તિઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ ફરિયાદ નોંધાવી હતી કે, આ યુવાન તેની સાથે અન્ય પાંચ એક જેટલા વ્યક્તિઓને લઈ આવ્યો હતો અને ત્યારબાદ પાર્લર ઉપર તોડફોડ કરીને ધમાલ મચાવી હતી. તેમજ યુવતીના ભાઈઓ ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો.
દુકાનમાં ૧૦ હજાર ઉપરાંતનું નુકસાન પણ કર્યું હતું આ મારા મારીમાં ત્રણથી વધુ વ્યક્તિઓ ઘાયલ થતાં તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જેમાં પેથાપુર પોલીસ છ વ્યક્તિઓ સામે મારામારી અને તોડફોડ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.