Farmers Protest :”સરકાર ખેડૂતોની 90% માંગ સાથે સહમત, પરંતુ…” મડાગાંઠ વચ્ચે ખેડૂત નેતા ડલ્લેવાલાનું નિવેદન, Breaking News 1

Spread the love

Farmers Protest :ખેડૂત આંદોલનના આજે છ દિવસે પણ હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર (Haryana-Punjab Shambhu border) પર ખેડૂતો-પોલીસ વચ્ચે ઘર્ષણ યથાવત્ છે

Farmers Protest :ખેડૂત આંદોલનના આજે છ દિવસે પણ હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર (Haryana-Punjab Shambhu border) પર ખેડૂતો-પોલીસ વચ્ચે ઘર્ષણ યથાવત્ છે. ખેડૂતોને માંગને લઈ ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે ઉપરાઉપરી બેઠકો યોજાઈ રહી છે, ત્યારે વણસેલી સ્થિતિને ધ્યાને રાખી પંજાબમાં સાત જિલ્લામાં ઈન્ટરનેટ સેવા 24 કલાક માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત હરિયાણાને અડીને આવેલા પંજાબ બોર્ડર પરના ગામડાઓમાં પણ ઈન્ટરનેટ બંધ કરવાનો સમયગાળો વધારી દેવાયો છે. 

Farmers

Farmers Protest :ખેડૂત નેતાએ કહ્યું, સરકાર 90% માંગ સાથે સહમત, પરંતુ તેઓ મીડિયાને જણાવે

બીજીતરફ ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલે (Jagjit Singh Dallewal) કહ્યું કે, ‘સરકાર ખેડૂતોની 90 ટકા માંગ સાથે સહમત છે, પરંતુ સરકાર મીડિયાને જણાવે કે, તેઓ જે માંગણીઓ પર સહમત થયા છે, તે 90 ટકા માંગણીઓ કંઈ છે. સરકાર ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવે અથવા દિલ્હીમાં પ્રદર્શન કરવા જગ્યા આપે.’ દરમિયાન હાલ સરકાર અને ખેડૂત સંગઠનના નેતા ડલ્લેવાલની બેઠક ચાલી રહી છે, તે પહેલા તેમનું આ નિવેદન સામે આવ્યું છે.

સરકાર બહાનાબાજી નીતિ ન અપનાવે : ડલ્લેવાલ

તેમણે કહ્યું કે, ‘સરકાર બહાનાબાજી નીતિ ન અપનાવે, સરકાર આચાર સંહિત પહેલા અમારી માંગણીઓનું નિરાકરણ લાવે. સરકાર હજુ સુધી ખેડૂતોની આ માંગણીઓ માની રહી નથી. ખેડૂતોની મહત્વની માંગણી એમએસપીની ગેરંટીનો કાયદો, ખેડૂતોની લોન માફી, વીજળી કાયદો પરત ખેંચી લેવાની માંગ, ડબલ્યૂટીઓમાંથી ભારતને બહાર રાખો અને જમીન સંપાદન એક્ટમાં સુધારો કરવા જેવી બાબતો સામેલ છે.’

કુલ 12માંથી આઠ મુદ્દા પર મડાગાંઠ

તેમણે કહ્યું કે, ‘સરકારે લખીમપુર ખીરીના પીડિતોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવાની વાત કહી હતી, પરંતુ તે આજ સુધી અપાયા નથી. મૃતકના પરિવારજનોને નોકરી આપવાનું વચન અપાયું હતું, તે પણ ન પાળ્યું. ખેડૂતોની 12 માંગણીઓમાંથી આઠ હજુ ફસાયેલી છે, જોકે સરકારના મંત્રીઓ બેઠકમાંથી બહાર આવીને કહે છે કે, 90 ટકા માંગ સ્વિકારવામાં આવી છે.’

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *