Election 2024 :પાંચ લોકસભા અરવલ્લી સાબરકાંઠા બેઠકો પર નવા ઉમેદવાર શોભનાબેન બારૈયાના સમર્થનમાં ભીખાજી ઠાકોરે આપ્યું સમર્થન આપ્યું છે
Election 2024 :પાંચ લોકસભા અરવલ્લી સાબરકાંઠા બેઠકો પર નવા ઉમેદવાર શોભનાબેન બારૈયાના સમર્થનમાં ભીખાજી ઠાકોરે આપ્યું સમર્થન આપ્યું છે. હાલ સાબરકાંઠામાં મામલો ખુબ ગરમાયો છે ત્યારે શોભનાબેન બારૈયાના સમર્થનમાં ભીખાજી ઠાકોરે આપ્યું સમર્થન આપ્યું છે. ભીખાજીને ટિકિટ ન મળતા તેમના સમર્થનમાં તેમના કાર્યકરો અને સમર્થકોએ મેઘરજ ખાતે બજારો બંધ રાખી અને રેલીનું આયોજન કર્યું હતું.
તેમજ મોડાસા કમલમ ખાતે આવી ભીખાજીની ટિકિટ મળે તે બાબતે રજૂઆત કરી હતી અને જો ટિકિટ ન મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવા સુધીનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જ્યારે ભીખાજી ઠાકોરે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, હું ભાજપની સાબરકાંઠા બેઠકો પર નવા ઉમેદવાર શોભનાબેન બારૈયાને ટિકિટ મળી છે તેમના સમર્થનમાં છું અને જે પક્ષે નિર્ણય કર્યો છે તે મારા શિરોમાન્ય છે. અને હું પક્ષને સાથે જ છું તેમજ શોભનાબેન બારૈયાને ચૂંટણીમાં મદદ પણ કરીશ તેવું તેમને જણાવ્યું છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે મારા માટે વિરોધ કરી રહેલા મારા સમર્થકોને હું સમજાવી સાથે જ તેમની વચ્ચે જઈ અને તેમને સમજાવી લઈશ.