Election 2024 :ભાજપે ભીખાજી ઠાકોરને બદલીને શોભના બારૈયાને ટિકિટ આપતા ભીખાજી ઠાકોર નારાજ થયા છે
Election 2024 :અરવલ્લીના મેઘરજમાં ભાજપમાં મોટો ભડકો થયો છે. ભાજપે ભીખાજી ઠાકોરને બદલીને શોભના બારૈયાને ટિકિટ આપતા ભીખાજી ઠાકોર નારાજ થયા છે. ભીખાજીની સાથે તેમના સમર્થકોમાં પણ ભારોભાર રોષ ફેલાયો છે. ત્યારે ભીખાજીના સમર્થકોએ રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. ત્યારે અનેક જગ્યાએ આ વાતનો વિરોધ થઈ રહયો છે. મેઘરજના વેપારીઓએ ભીખાજીના સમર્થનમાં ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો છે.
એટલું જ નહીં બે હજારથી વધુ કાર્યકરો ભીખાજી ઠાકોરના સમર્થનમાં રાજીનામા આપ્યા છે. જી હા, 2000 થી વધુ કાર્યકરોએ રાજીનામું આપી દીધું છે. અને જો ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં આપવામાં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સાબરકાંઠામાં ભાજપે ભીખાજી ઠાકોરને બદલીને શોભનાબેન ભારૈયાને ટીકીટ આપતાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. મેઘરજમાં આજે ભીખાજી ઠાકોરના સમર્થનમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. બે હજારથી વધુ કાર્યકરો ભીખાજી ઠાકોરના સમર્થનમાં જિલ્લા કમલમ પહોંચી રાજીનામા આપ્યા છે.
ભીખાજીના સમર્થનમાં મેઘરજના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો. જો ભાજપ ભીખાજી ઠાકોરને ટીકીટ નહીં આપે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે. જો કે બીજી તરફ સી.આર.પાટીલ સાથે બેઠક બાદ ભીખાજી ઠાકોરના સુર બદલાયા છે અને તેમણે સમર્થકોને સમજાવવાની વાત કહી હતી.