માતાજીના નામે ખાડો કરી કરોડો રૂપિયાનું કરી નાખ્યું, 15 વર્ષ બાદ પોલીસે ભૂગર્ભમાંથી શોધ્યો, એક કા તીન કેસ ચેતવતો
Ashok Jadeja Ek ka teen gang member Kartarsingh arrested after 15 years
Ek ka teen gang : ‘એક કા તીન કૌભાંડ’ કેસના વોન્ટેડ આરોપીની ક્રાઇમ બ્રાન્ચે 15 વર્ષ બાદ ધરપકડ કરી છે. માતાજીના નામે અશોક જાડેજા એન્ડ ગેંગે એક કા તીનના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું અને લોકોને ઠગ્યાં હતાં. આરોપીએ ગેંગ સાથે મળીને કાવતરું રચ્યું હતું. આવો જાણીએ કોણ છે આ આરોપી અને શું હતું કૌભાંડ.

‘એક કા તીન કૌભાંડ’ કેસનાં વોન્ટેડ આરોપીની ધરપકડ
15 વર્ષ પહેલાં રાજસ્થાન ભાગી ગયો હતો આરોપી
અશોક જાડેજા ગેંગ સાથે કામ કરીને પૈસા કમાતો હતો


Ek ka teen gang : ‘એક કા તીન કૌભાંડ’ કેસનો વોન્ટેડ આરોપી ક્રાઇમ બ્રાન્ચે 15 વર્ષ બાદ ધરપકડ કરી. માતાજીના નામે અશોક જાડેજા એન્ડ ગેંગે એક કા તીનના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપીનું નામ કરતારસિંહ મહેન્દ્રસિંહ સાંસી છે.એક કા તીન કૌભાંડ કેસમાં છેલ્લા 15 વર્ષથી તે વોન્ટેડ હતો. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી.
માતાજીનાં નામે છેતરપિંડીનું કાવતરુ
Ek ka teen gang : આરોપી 2009 માં સરખેજ વિસ્તારમાં રહેતો હતો અને પોતાને મેલડી માતા પ્રસન્ન થયેલ હોવાનું કહીને તેણે લોકોને છેતરવાનું કાવતરું રચ્યું. તે છારા કોમ્યુનિટીના લોકોનો ઉધ્ધાર કરવા માંગે છે તેવી પોતાની પ્રસિધ્ધી કરી અને પોતાના રહેણાંક મકાન આગળ આવેલ મેલડી માતાના મંદિર નજીક ખાડો કરી તેમાં બેસી છારા કોમના લોકોને 3 દિવસ માં રૂપિયા ત્રણ ગણા કરી આપવાની લાલચ આપી હતી. આરોપી કરતારસિંહ મહેન્દ્રસિંહ સાંસી કરોડો રૂપિયાની છેતરપીંડી કરવાનાર અશોક જાડેજા એન્ડ કંપનીનો સાગરિત છે. કરતારસિંહે જુદા જુદા એજન્ટો બનાવીને અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા.અને ત્યાર બાદ ફરાર થઇ ગયો હતો. રાજસ્થાનમાં છુપાયા બાદ થોડા સમય પહેલા જ વકીલ બનીને અમદાવાદ આવ્યો હતો, જેની માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી.
34 જેટલા એજન્ટો રોકીને પૈસાની ઉઘરાણી
Ek ka teen gang : એક કા તીન કૌભાંડ માં અશોક જાડેજા અને કતારસિંહ 34 જેટલા એજન્ટો રોકીને પૈસાની ઉઘરાણી કરતા હતા. અશોક જાડેજા એન્ડ કંપનીએ લોકોને રૂપિયા ત્રણ ગણા કરાવવા માટે ૩ દિવસના બદલે 7 દિવસ, 15 દિવસ અને છેલ્લે 1 મહિનામાં ત્રણ ગણા કરી આપવાનો વાયદો કર્યો. આ સમયગાળા દરમિયાન અશોક જાડેજા પાસે છારા કોમના કરોડો રૂપિયા જમા થઇ જતાં તેણે મિલકત વસાવવાનું શરૂ કર્યું. જ્યારે કેટલાક લોકો રૂપિયા લઇ રાતોરાત ફરાર થઈ ગયા. જેથી મહાઠગ અશોક જાડેજા, 34 એજન્ટો વિરૂદ્ધમાં 111 ગુનાઓ નોંધાયા હતા.
અબજો રૂપિયાની છેતરપીંડી
Ek ka teen gang : આ મહાઠગ અશોક જાડેજાએ અબજો રૂપિયાની છેતરપીંડી કરી હતી જે ગુનાઓની તપાસ સી.આઈ.ડી.ક્રાઈમ બ્રાન્ચને સોપવામાં આવી હતી. તપાસ દરમિયાન અશોક જાડેજા ગેંગ પાસેથી રોકડ રૂપિયા 100 કરોડ, સોનું 2 કરોડ, ચાંદી 2 કરોડ, 50 ફોર વ્હીલર, 50 મોટર સાયકલ તેમજ છેતરપીંડીના રૂપિયાથી ખરીદ કરવામાં આવેલ 186 વીઘા જમીન જેની કિ.રૂ.450 કરોડ હતી તેને સીઝ કરવામાં આવ્યું. આ ગુનામાં મહાઠગ અશોક જાડેજા તથા તેની ગેંગના માણસોને 7 વર્ષની સજા થઈ હતી. જ્યારે કતારસિંહ ફરાર હોવાથી 20 હાજરનાં ઇનામની જાહેરાત કરવામાં આવી હતી.
વધુ વાંચો: વડોદરા બોટ દુર્ઘટનામાં વધુ એક આરોપી ઝબ્બે, બિનીત કોટિયા સહિત કુલ 7 ઝડપાયા, મુખ્ય સહિત આટલા આરોપી પોલીસ પકડથી દૂર
રાજસ્થાન ભાગી ગયો હતો આરોપી
તપાસમાં સામે આવ્યું કે આરોપી કરતારસિંહ અને તેનો ભાઈ સરખેજમાં અશોક જાડેજાના પેટા એજન્ટ તરીકે કામ કરતો હતો.. અશોક જાડેજાએ રૂપિયાની ઉઘરાણી કરવા સારૂ મંદિરની બાજુમાં 16 સ્ટોલ ચાલુ કર્યાં હતાં. જે કોઈ છારા કોમના માણસો ત્રણ ગણા રૂપિયા કરવા માટે અશોક જાડેજા પાસે આવતા તેમનું નામ, સરનામું તથા રૂપિયા જમા કરાવ્યા અંગેની તારીખ લખી રૂપિયા મેળવી તે રૂપિયા અશોક જાડેજાના મુખ્ય એજન્ટો પાસે જમા કરાવતો હતો અને તે પેટે કરતારસિંહ વળતર મેળવતો હતો.
આ કૌભાંડમાં અશોક જાડેજા તથા એજન્ટો સામે ગુનાઓ દાખલ થયાં હતાં. તે FIRમાં અશોક જાડેજા તથા પોતાના ભાઈ જશવંતસિંહ તથા અન્ય એજન્ટોની ધરપકડ થતાં પોતે અમદાવાદથી પોતાના વતન રાજસ્થાન ભાગી ગયો હતો. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને તેને ઠગાઈના રૂપિયાનું શું કર્યું.. ક્યાં રોકાણ કર્યા..તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.