Dwarka Accident :બાઈક અને ટ્રેક્ટર વચ્ચે થયેલા અકસ્માતમાં 1 કિશોરીનું મોત થયું છે જ્યારે 1 કિશોરી ઈજાગ્રસ્ત થઈ હતી
Dwarka Accident :દ્વારકાના ખંભાળિયાના સલાયા બંદરે અકસ્માતમાં 1નું મોત થયું હતું. બાઈક અને ટ્રેક્ટર વચ્ચે થયેલા અકસ્માતમાં 1 કિશોરીનું મોત થયું છે જ્યારે 1 કિશોરી ઈજાગ્રસ્ત થઈ હતી. સ્કૂલેથી પરત ફરતા સમયે અકસ્માત થયો હતો. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.
જે CCTVમાં જોઈ શકાય છે કે, એક ટ્રેક્ટર ટેન્કર સાથ જઈ રહ્યું હોય છે ત્યારે તે પણ સર્કલ પર વળાંક પર વળવા જાય છે ત્યારે એક બાઈક પણ ત્યાં જ વળી જાય છે આમ તે બાઈક પર સવાર કિશોરી ટ્રેક્ટર નીચે આવી જાય છે. આમ આ દર્દનાક અકસ્માત સર્જાય છે.
વર્તમાનમાં રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. જે અકસ્માતની ઘટનાઓમાં ક્યાંક લાપરવાહી તો ક્યાંક ઓવર સ્પિડના કારણે આ બનાવો વધતા હોય તેવું ચોક્કસ પણે કઈ શકાય છે.