Deesa News :આશા વર્કર બહેનોને 10 માસથી વેતન ન ચૂકવતા કંટાળીને આખરે મામલતદાર કચેરીના પ્રાંગણમાં ધારણા પર બેસી જઈ બહેનોએ ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
Deesa News :બનાસકાંઠાના ડીસામાં આજે મહિલાઓએ સરકાર વિરોધી નારા લગાડ્યા હતા. આશા વર્કર બહેનોને 10 માસથી વેતન ન ચૂકવતા કંટાળીને આખરે મામલતદાર કચેરીના પ્રાંગણમાં ધારણા પર બેસી જઈ બહેનોએ ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
Deesa News :સરકાર ભલે નારી સશક્તિકરણની વાતો કરતી હોય પરંતુ બનાસકાંઠાના ડીસામાં મહિલાઓએ જ સરકાર સામે બાયો ચડાવી છે. આશા વર્કર બહેનોને છેલ્લા દસ માસથી સરકાર દ્વારા 50 ટકા ટોપ અપ અને 2500 માસિક વેતન ચૂકવવામાં આવ્યું નથી જેના માટે મહિલાઓએ વારંવાર આંદોલન કર્યા છે અને છેલ્લા દસ દિવસથી જિલ્લા પંચાયત કચેરી આગળ ભૂખ હડતાલ પર બેસી જતા બનાસકાંઠા જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં વેતન ચુકવાઇ ગયું છે.
પરંતુ ડીસા અને દાતા તાલુકાની આશા વર્કર બહેનોને પગાર હજુ પણ ચૂકવ્યો નથી. ગામડે ગામડે ફરી આરોગ્યની સેવાઓ ઘર ઘર પહોંચાડતી મહિલાઓને સમયસર પગાર ન મળતા તેમની હાલત કફોડી બની રહી છે. ત્યારે આજે ડીસા તાલુકાની તમામ આશા વર્કર મહિલાઓએ મામલતદાર કચેરીના પાર્કિંગ સેડમા ધરણા પર બેસી ગઈ હતી અને સરકાર અને મુખ્યમંત્રી વિરોધી નારા લગાવી તાત્કાલિક વેતન ચુકવવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર કરી ચૂંટણીમાં સરકાર વિરોધી પ્રચાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આ અંગે આશા વર્કર નૈના પરમાર અને પ્રિયા ગૌસ્વામીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી અમને 50% ટોપ અપ વધારો અને 2500 માસિક વધારો વધારો ચૂકવવામાં આવતો નથી. જેના માટે અમે વારંવાર સરકારમાં રજૂઆત કરી હતી તેમ છતાં પણ અત્યારે ડીસામાં આશા વર્કર બહેનોને વેતન ચૂકવાયું નથી. ત્યારે સરકાર આશા વર્કર બહેનોને તાત્કાલિક વેતન ચૂકવે, લઘુત્તમ વેતન શરૂ કરે ,ઇન્સેનટીવ પ્રથા બંધ કરે અને બહેનોને કાયમી કરે તેવી માંગણી છે અને જો સરકાર અમારી માંગણી નહીં સાંભળે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ચૂંટણીમાં સરકાર વિરોધી પ્રચાર કરીશું.