Dabhoi News :ડભોઇ પંચવટી સોસાયટીના મકાનમાં લાગી 28 નંબરના બ્લોકમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં ધુમાડાના ગોટે ગોટા બહાર આવ્યા
Dabhoi News :ડભોઇ પંચવટી સોસાયટીના મકાનમાં લાગી 28 નંબરના બ્લોકમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં ધુમાડાના ગોટે ગોટા બહાર આવ્યા. આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો. ઉપરના માળે રહેલ ઘર વખરી જેમાં વોશિંગ મશીન ફ્રીજ સોના ચાંદીના દાગીના કપડા વગેરે બળીને ખાક થઈ ગયા હતા આશરે 1 લાખ રૂપિયાનું નુકસાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું પ્રાથમિક અનુમાન ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પોહચી જઇ વધુ આગના ફેલાઇ તે માટે કામગીરી શરૂ કરી હતી.

વિગત અનુસાર ડભોઇ શહેરના પંચવટી સોસાયટી ખાતે બ્લોક નંબર 28 માં રહેતા જગદીશભાઈ ગોરધનદાસ મહેશ્વરીના બંધ મકાનમાં એકાએક શોર્ટ સર્કિટ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી આગ ઓલાવવા ફાયર ફાઈટર આવતા પહેલા ઘરમાં મુકેલો ફ્રીજ વોશિંગ મશીન તિજોરી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ અને ઘરવખોરી બળીને ખાખ થઈ જવા પામી હતી અંદાજિત 1 લાખ ઉપરાંતનું નુકસાન થયા હોવાનું અનુમાન જણાતું હતું વધુ આગના ફેલાય તે માટે ફાયર ફાઈટર આવીને આગ ઓલાવવાની કામગીરી શરૂ કરી હતી.